________________
પ્રકરણ-૪
લોગસ્સ સૂત્રનું વિવરણ ૪. લોગસ્સ સૂત્રની સમજૂતી, શબ્દાર્થ અને અન્વય
તીર્થકરો લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શનના બળે વિશ્વની વસ્તુસ્થિતિને પ્રકાશિત કરનારા સત્ સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે. તેમાંથી સગ્રંથો રચાય છે. સર્દાથોમાં સુયુક્તિઓ ગૂંથાય છે, અને સુયુક્તિઓના બળે સુવિકલ્પો ફેલાય છે. તેથી સન્માર્ગની પ્રશંસા અને ઉન્માર્ગની ઉપેક્ષા થાય છે. વંદનીયની વંદના અને પૂજનીયની પૂજાઓ પ્રચલિત થાય છે. તથા પાપકર્મો અટકે છે અને પુણ્યકર્મો વધે છે. એ બધું સવિકલ્પો અને વિચારોનું ફળ છે સદ્ વિચારોની પ્રેરક સુયુક્તિઓ છે. સુયુક્તિઓના સંપાદક સદગ્રંથો છે. એવા જ ગ્રંથોમાં લોગસ્સ સૂત્રનું નામ સ્મરણ છે.'
નામના ઉચ્ચારણ સાથે નામીની ઉપસ્થિતિનો અનુભવ થવો તે નામાભ્યાસની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ અને અસંદિગ્ધ લક્ષણ છે. નામના ઉચ્ચારણથી નમસ્કાર કરવાનો પરિણામરૂપ પ્રકાશ આત્મામાં પ્રકટે છે. અગ્નિના ઉષ્ણગુણને જાણનારો અગ્નિ શબ્દના ઉચ્ચારણ સાથે જેમ ઉષ્ણગુણોને સ્મરણ કરનારો થાય છે. અથવા અગ્નિના આકારને ચિતવતો થાય છે. તેવી જ રીતે શ્રી તીર્થકરોના પ્રશમરસાનિમગ્નાદિ આકારને જાણવાવાળા આરાધક તેમના નામના ઉચ્ચારણ સાથે પ્રશમરસાનિમગ્નાદિ અથવા સમવસરણ સ્થિતાદિ આકૃતિને ચિંતવ્યા વિના રહેતો
નથી.
નામ શબ્દ છે અને આકૃતિ અર્થ છે. અર્થની જાણકારી વગર સૂત્રને શાસ્ત્રકારો સુતેલું જ (સુત-સુરા) ગણે છે. અર્થ જાણયા વિનાનું સૂત્રાધ્યયન પણ મંત્રાલરોની માફક ફળ દેવાવાળું તો છે જ પણ આત્માના અધ્યવસાયો જેમ જેમ શુભ થાય તેમ તેમ નિર્જરા વધારે થાય અધ્યવસાયનું શુભ થવું તે શુભ વિચારને આધીન છે. શુભ વિચારોની ઉત્પત્તિ એકલા સૂત્રાધ્યયનથી થાય તેના કરતાં અર્થના વિચારો સાથે સૂત્રાધ્યયનથી ઘણી જ વધારે થાય તે સ્વાભાવકિ છે. તેથી સૂત્રના ઉચ્ચારણ સાથે અર્થની અને તેના ઉપયોગની અતિ આવશ્યકતા છે.
લોગસ્સ સૂત્રના ગાથા પ્રમાણે અર્થ નીચે દર્શાવ્યા છે.
૫૧