________________
જુનાગમો પિસ્તાલીસ પૈકી આવશ્યક સૂત્રનું બીજું અધ્યયન તે લોગસ્સ સૂત્ર છે. જેને ચતુર્વિશતિસ્તવ કહેવામાં આવે છે. આવશ્યક સૂત્રની વ્યાખ્યા પ્રમાણે જે ક્રિયા જરૂરી છે. અને જે પુરેપુરી જાગૃતિથી અને સમજણપૂર્વક કરવામાં આવે છે તે ક્રિયા તેને આવશ્યક પણ કહેવાય છે."
સૂત્રોમાં આવશ્યક ક્રિયા બે રીતે કરવામાં આવે છે. પહેલી રીત ઃ ૧. દેવપૂજા, ૨. ગુરુપતિ, ૩. સ્વાધ્યાય, ૪. સંયમ ૫. તપ બીજી રીત ઃ ૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વંદના, ૪. પ્રતિક્રમણ,
૫. કાર્યોત્સર્ગ, ૬. પ્રત્યાખ્યાન આમ આવશ્યક ક્રિયામાં ચતુર્વિશતિસ્તવ યાને લોગસ્સ સૂત્રનું બીજું સ્થાન છે."
તેમાં વર્તમાન અવસર્પિણીકાળમાં થઈ ગયેલા ચોવીસ તીર્થકરોની સ્તુતિસ્તવના કરવામાં આવી છે.
જૈન પરંપરામાં સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકાના જે દૈનિક ષટ્ર-આવશ્યકકર્તવ્ય બતાવવામાં આવ્યા છે. તેમાં બીજા ક્રમમાં ચતુર્વિશતિસ્તવનું નિરુપણ કરવામાં આવ્યું છે. તેના પરથી જ સ્તુતિ કે સ્તવનનું મહત્ત્વ સમજાઈ જાય છે. સ્તવ- સ્તુતિનો અર્થ
- દેવેન્દ્રસ્તવ આદિ સ્તવ છે. એક, બે યાવત્ સાત ગ્લોવાળી ઉત્કૃતનાને સ્તુતિ કહેવાય છે.
એક, બે કે ત્રણ શ્લોકવાળા ગુણોત્કીર્તનને સ્તુતિ કહેવાય છે. એમ ત્રણથી વધારે શ્લોકવાળા ગુણોત્કીર્તન ને સ્તવ કહેવાય છે. કેટલાક આચાર્ય સાત શ્લોક સુધીના ગુણોત્કીર્તનને સ્તુતિમાન છે.” સ્તવનના પ્રકાર :
સ્તવનના બે પ્રકાર છે. દ્રવ્ય સ્તવ અને ભાવ સ્તવ કેટલાક માને છે કે દ્રવ્ય સ્તવ બહુગુણોવાળો છે. પરંતુ તે અજ્ઞાનીઓનું વચન છે કારણ કે તીર્થંકર ષટ્ જીવનિકાયની રક્ષાનો ઉપદેશ આપે છે. અને દ્રવ્ય સ્તવમાં જીવહિંસાનો પ્રસંગ
આવે છે.’ સ્તુતિના પ્રકાર : સ્તુતિના બે પ્રકાર છે. ૧. પ્રણામરૂપ સ્તુતિ અને ૨. અસાધારણ ગુણોત્કીર્તન સ્તુતિ