________________
૧. ભારતીય સાહિત્યમાં ભાગ્યે જ કોઈ વિભાગ એવો હશે કે જેમાં જૈન લેખકોએ લખ્યું ન હોય દળદાર ચરિત્રકથાઓ, મહાકાવ્યો, ભજન, છંદ, પ્રાર્થના વગેરેમાં જૈન લેખકોએ ઘણા ઊંચા પ્રકારનું સાહિત્ય આપ્યું છે. ૨. ભારતીય ભાષાઓના ઈતિહાસની દૃષ્ટિએ પણ જૈન સાહિત્ય ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે. ભારતની પ્રાચીન તેમજ અર્વાચીન ભાષાઓ જેવી કે પ્રાકૃત, સંસ્કૃત અપભ્રંશ, કન્નડ, તેલુગુ, તામિલ, મરાઠી, ગુજરાતી, રાજસ્થાની વગેરે ભાષાઓમાં જૈનદર્શન અને જૈન ધર્મના પુસ્તકો લખાયેલા છે. જૈનલેખકોએ હંમેશા આમ જનતાને ધ્યાનમાં રાખીને લખ્યું છે.
જૈન ધર્મનો ઉપદેશ આપવા અને આચરણ કરવા જૈન સાહિત્ય બહુ જરૂરી છે તે ઉપરાંત ઐતિહાસિક પુરાવાઓ માટે પણ આ અભ્યાસ જરૂરી છે. જૈન સાહિત્યમાંથી જુદા જુદા સમયની સામાજિક, રાજકીય, ભૌગોલિક અને આર્થિક
પરિસ્થિતિમાં માહિતી મળે છે. ૩.૨ જેને સાહિત્યનું વર્ગીકરણ અને લોગસ્સ સૂત્રનું તેમાં સ્થાન
જૈન સાહિત્ય (વાડ્મય) આગમ
આગમેત્તર
અંગપ્રવિષ્ટ
અંગબ્રાહ્ય
૧૧ અંગ ૧૪ પૂર્વ
ઉપાંગ છેદ મૂલ પ્રકીર્ણ ચૂલિકા
વશ્યક સૂત્ર દશવૈકલિક ઉત્તરાર્થયન પીઠ નિયુક્તિ અથવા આળ નિર્યુક્તિ
સામાયિક ચતુર્વિશતિસ્તવ
વંદના
પ્રતિક્રમણ
કાર્યોત્સર્ગ પ્રત્યાખ્યાન
લોગસ સૂત્ર