________________
પ્રકરણ-૩ જૈન સાહિત્યમાં લોગસ્સસૂત્ર જૈન પરંપરા પ્રમાણે જૈન સાહિત્ય અતિ પ્રાચીન જૂનામાં જૂનું ધાર્મિક સાહિત્ય છે. તેનું ધ્યેય છે એક વ્યક્તિના આત્માને ઉચ્ચ આધ્યાત્મિક સ્તરે લાવી સંસારના દુઃખોમાંથી મુક્તિ અપાવવી.'
નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ આચાર્ય લખે છે કે “તપ, નિયમ, જ્ઞાનરૂપી વૃક્ષ પર આરૂઢ થઈને અનંત જ્ઞાની કેવળી તીર્થકર ભવ્યાત્માના બોધ માટે જ્ઞાન કુસુમોની વૃષ્ટિ કરે છે. ગણધર ભગવંતો પોતાના બુદ્ધિપટ્ટમાં બધા કુસુમો લઈને
પ્રવચન માળા ગુંથે છે તે છે આગમ" ૩.૧ જૈન પરંપરામાં સાહિત્યનું મહત્ત્વ
જૈન પરંપરામાં જીનાગમો ભારતીય સાહિત્યમાં અણમોલ ઉપલબ્ધિ છે. જ્ઞાન અને વિજ્ઞાનનો અક્ષય ભંડાર છે. અક્ષરદેહથી તે જેટલું વિશાળ છે. તેનાથી અનેકગણું તેનું સૂક્ષ્મ અને ગંભીર સ્વરૂપ છે. જૈન આગમોનું પરિશિલન (જાણવાથી) સહજજ્ઞાન થાય છે. અહીં કેવલ કલ્પનાના ગગનમાં વિહરણ નથી કે બુદ્ધિનો ખિલવાડ પણ નથી કે મતમતાન્તરોનું માત્ર નિરાકરણ નથી. પરંતુ જુનાગમો સજીવ, યથાર્થ અને ઉજગણ દૃષ્ટિકોણ પ્રસ્તુત કરે છે. જીવનોત્થાનની પ્રબળ પ્રેરણા આપે છે. આત્માની શાશ્વત સત્તાનો ઉદ્ઘોષ કરે છે. આત્માની સર્વોચ્ચ શુદ્ધિનો પથ પ્રદર્શિત કરે છે.
ડૉ.હાર્મન જેકોબી, ડૉ.સબ્રીગ જેવા પ્રશ્ચાતાપ વિચારકો એ એક સ્વરથી સ્વીકાર કર્યો છે કે, “જીનાગમોમાં દર્શન અને જીવનનો આધાર અને વિચારોનો, ભાવના અને કર્તવ્યનો સુંદર સમન્વય થયો છે.”
સાહિત્ય શબ્દના અર્થમાં કે તેની પરિભાષામાં જે કઈ સમાઈ શકે તે બધુ ભારતીય સાહિત્યમાં જોવા મળે છે. કાવ્યો, નાટકો, ચરિત્ર, કથાઓ, ધાર્મિક કાવ્યો, ભજનો પરિકથાઓ, નવલકથાઓ, ટૂંકીવાર્તા આ બધાનો સમાવેશ થાય છે. જગતના સાહિત્યમાં ભારતીય સાહિત્યનો મોટો ફાળો છે.
ભારતીય સાહિત્યમાં જૈન સાહિત્યનું અગત્યનું સ્થાન છે. તેના મુખ્ય બે કારણો છે.