________________
આ પાંચયે પ્રસંગો ત્રણે લોકના જીવો માટે અત્યંત કલ્યાણકારી છે. જ્યારથી તીર્થંકર બનનાર આત્મા માતાની કુક્ષીમાં પ્રવેશે છે. ત્યારથી નિર્માણ કલ્યાણક સુધીના પ્રસંગોમાં ત્રણે લોકમાં પ્રકાશ પથરાય છે.
તીર્થંકરોના નિવાર્ણ કલ્યાણ સમયે ત્રણે લોકમાં ક્ષણિક પ્રકાશ ફેલાય છે સર્વજીવો- નારકીના જીવો સહિત ક્ષણિક સુખ અનુભવે છે. માટે તે કલ્યાણકારી જ છે. આ પ્રસંગો જગતના લોકો મહોત્સવ તરીકે ઉજવે છે. અને તેથી જ આ પ્રસંગોને ‘કલ્યાણક' તરીકે ઓળખવામાં આવે છે. આ પંચ કલ્યાણકો ફક્ત તીર્થંકર બનનાર આત્માના જ હોય છે.૫૩
તીર્થંકરના પંચ કલ્યાણકનું ચિત્ર પરિશિષ્ટ નં.-૧ માં આપેલ છે. ૨.૧૨ તીર્થંકરનો લાંછન
‘લાંછન' શબ્દ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ થાય છે નિશાની અથવા ચિન્હ. લાંછન શબ્દ જૈનદર્શનમાં તીર્થંકરોની બાબતમાં શ્રેષ્ઠ ચિન્હના અર્થમાં વપરાય છે. જે વ્યક્તિ પુણ્યશાળી કે અતિ ભાગ્યવાન હોય એના શરીર ઉપર અસામાન્ય એવાં અનેક શુભ બ્રાહ્ય લક્ષણો હોય છે. તેમાંથી કોઈ એક વિશિષ્ટ લક્ષણને સૌથી મહત્ત્વનું ગણવામાં આવે છે. એ રીતે ‘લાંછન' એ તીર્થંકરને ઓળખવા માટેનું એક વિશિષ્ટ લક્ષણ છે.૫૪
શરીરના અંગોમાં વધુ ઉત્તમ લક્ષણો હોય તેમ વ્યક્તિ વધુ ભાગ્યશાળી મનાય છે. બત્રીસ કે વધુ ૧૦૮ કે ૧૦૦૮ ઉત્તમ લક્ષણો ગણાવવામાં આવે છે. એવા ઉત્તમ લક્ષણો જેમનામાં હોય તેવી વ્યક્તિ શ્રેષ્ઠતર શ્રેષ્ઠતમ ગણાય છે. જૈન માન્યતાનુસાર તીર્થંકર ભગવંતોમાં તથા ચક્રવર્તીઓમાં એવા ૧૦૦૮ ઉત્તમ લક્ષણો હોય છે.૫૫
તીર્થંકરનું સર્વશ્રેષ્ઠ અંગભૂત લક્ષણ અને અર્થ, ભાવ તથા જીવનની દૃષ્ટિએ સર્વથા અનુરૂપ એવું કોઈ એક લક્ષણ તે ‘લાંછન' તરીકે ઓળખાય છે. પ્રાચીન ગ્રંથો વાંચતા એવું માલુમ પડે છે કે દરેક તીર્થંકરમાં પોતાની જાંઘ ઉપર અથવા શરીરના જમણા અંગ ઉપર આવું એક લાંછન ચિન્હાકૃતિ રોમરૂપે જન્મથી જ હોય છે. પર
દરેક તીર્થંકરને એક લાંછન અવશ્ય હોય જ છે. વળી દરેક તીર્થંકરના
૩ર