________________
૨.૧૧ તીર્થકરના પંચકલ્યાણક
તીર્થંકર પદને પ્રાપ્ત કરનારો આત્મા મનુષ્યલોકમાં ૧૫ કર્મભૂમિના ક્ષેત્રમાં, આર્યદેશમાં ઉત્તમ કુલ ધારણ કરે છે. આ તમામ તીર્થંકરોના પાંચ પાંચ કલ્યાણક ઉજવાય છે. ૧. ચ્યવન કલ્યાણક, ૨. જન્મ કલ્યાણક, ૩. દીક્ષા કલ્યાણક,૪. કેવળજ્ઞાન કલ્યાણક ૫. નિર્વાણ કલ્યાણક, ૧. ચ્યવન કલ્યાણક : તીર્થકરોનો આત્મા જે સમયે માતાની કુક્ષીમાં અવતરે છે.
તેને “ચ્યવન કલ્યાણ” કહે છે. જ્યારે તીર્થકર માતાની કૃષીમાં અવતરે ત્યારે માતા ચૌદ ઉત્તમ મહાસ્વપ્ન જુએ છે. આ ચૌદ ઉત્તમ મહાસ્વપ્ન તીર્થંકર બનનાર
આત્માનો અવનનો સંદેશો આપે છે. ૨. જન્મ કલ્યાણક : “તીર્થંકરનો જે દિવસે જન્મ થાય તે શુભ દિવસને “જન્મ
કલ્યાણક' કહે છે. “તીર્થંકરનો જન્મ પ્રાય : મધ્યરાત્રિએ થાય છે.”૫૨ ૩. દીક્ષા કલ્યાણક : તીર્થંકરના દીક્ષાકાળનો સમય નજીક આવ્યો જાણી, લોકાન્તિક દેવો તેમની સમક્ષ ઉપસ્થિત થઈ તેમને પ્રવજયા લેવા માટે પ્રાર્થના કરે છે. તીર્થકરો એક વર્ષ સુધી કરોડ સુવર્ણ મુદ્રાનું દાન કરે છે. જેને વર્ષીદાન કહેવામાં આવે છે. ત્યારબાદ સૌ ઈન્દ્રો તથા દેવી-દેવતાઓ આવી તેમને “અભિનિષ્ક્રમણ મહોત્સવ મનાવે છે. આ દીક્ષા-તિથિને જે તે તીર્થકરનું “દિક્ષા કલ્યાણક' તરીકે
ઓળખવામાં આવે છે. ૪. કેવળ જ્ઞાન કલ્યાણકતીર્થકર જ્યારે પોતાની સાધના દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે
છે. તે સમયે સ્વર્ગમાંથી ઈન્દ્ર અને દેવમંડળ આવીને કેવળ મહોત્સવ મનાવે છે. તીર્થંકર પ્રભુના જ્ઞાનાવરણીય આદિ ચાર કર્મ ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રગટે છે. તેઓ તીર્થની સ્થાપના કરે છે. આ સમયે દેવતાઓ તીર્થકરની ધર્મસભા માટે
સમવસરણની રચના કરે છે. તેને કેવળજ્ઞાન કલ્યાણક' કહેવાય છે. (૫) નિર્વાણ કલ્યાણક ઃ તીર્થકર ભગવંત સર્વે કર્મોનો ક્ષય થવાથી આયુષ્ય કર્મપૂર્ણ
થવાથી પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે. ત્યારે દેવતાઓ દ્વારા તેમના સ્થૂળ શરીરના દાહ-અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આને તીર્થંકરનું નિર્વાણ કલ્યાણક તરીકે ઓળખવામાં આવે છે.
૩૧