________________
(૧૧) અસત્ય ? એટલે કે ખોટું બોલવું, તીર્થકર નિસ્પૃહી હોવાથી કદી કિંચિત પણ
ખોટું બોલતા નથી કે વચન પલટતા નથી. એકાંત સત્યનું જ પ્રતિપાદન કરે છે. (૧૨) ચોરી : માલિકની આજ્ઞા વગર કોઈ વસ્તુને ગ્રહણ કરે છે તે ચોરી. તીર્થંકર
ઈચ્છારહિત હોવાથી માલિકની આજ્ઞા વગર કદી પણ કોઈ વસ્તુને ગ્રહણ કરતાં
નથી. (૧૩) મન્સર-ઈર્ષા : પોતાનાથી વધારે ગુણીને જોઈને ઈર્ષા ઉત્પન્ન થાય પરંતુ તીર્થંકર
કરતા વધારે ગુણી કોઈ હોતું નથી. છતાં કોઈ વ્યક્તિ પોતાને ચડિયાતો દર્શાવે
તો તીર્થંકર તેના પ્રત્યે ઈર્ષાભાવ ધારણ કરતાં નથી. (૧૪) ભય- બીક : ૧. ઈહલોક ભય તે મનુષ્યનો, ૨. પરલોક ભય તે દેવતા અને નિર્વચનો ૩. આદાન ભય તે ધન આદિનો, ૪. અકસ્માત ભય, ૫. આજીવિક ભય, ૬. મૃત્યુ ભય, ૭. પૂજા પ્રશંસાભય.
આમ વિવિધ પ્રકારના ભયમાં તીર્થકર અનંતબલી હોવાથી ભયરહિત હોય છે. તેઓને કોઈની બીક હોતી નથી. (૧૫) હિંસા : છકાયના જીવોની હિંસા નિવારવા તીર્થંકર સ્થાવર અને ત્રણ
સર્વજીવોની હિંસાથી નિવૃત્ત હોય છે. તેઓ બીજાઓને પણ અહિંસાનો જ ઉપદેશ
આપે છે. (૧૬) પ્રેમ : તીર્થકર શરીર, સ્વજન, ધન અને સ્નેહનો ત્યાગ કરી દીધો હોવાથી
સર્વ પર સમભાવ રાખે છે. (૧૭) ક્રિીડા : તીર્થકર સર્વ પ્રકારની ક્રીડાના ત્યાગી છે. નાચવું, ગાવું, રાસ ખેલવો,
મંડપ રચવો, રોશની કરવી ઈત્યાદિ ભોગોપભોગની સામગ્રીથી તીર્થકર મોહ પામતા
નથી. (૧૮) હાસ્ય : કોઈ અપૂર્વ વસ્તુ જોઈને હસવું અથવા અન્યની મશ્કરી માટે હાસ્ય ભર્યા વચનો કહેવા વગેરે દોષોથી તીર્થકર મુક્ત હોય છે.
આ પ્રમાણે તીર્થકર ભગવંતો અઢાર દોષોથી સર્વથા રહિત છે.
તીર્થકરો કેવળ જ્ઞાન થયા પછી તીર્થની સ્થાપના કરે. દેવતાઓ તેમને માટે સમવસરણની રચના કરે તેમાં ધર્મતીર્થ ચતુર્વિધ સંઘની ગણધર પદની સ્થાપના