________________
આ આઠેય મહાપ્રતિહાર્યનું વર્ણન દેવકૃત અતિશયોમાં સમાવિષ્ટ છે. જેનું વર્ણન આગળ આપી દીધેલ છે. ૨.૧૦ અઢાર દોષ રહિત એવા તીર્થકર
જૈન પરંપરામાં તીર્થકરોના કેવળજ્ઞાન પ્રાપ્તિ બાદ ચારધાતી કર્મનો નાશ થઈ જવાથી તેઓ નીચે પ્રમાણે અઢાર દોષ રહિત બને છે તે નીચે પ્રમાણે છે. (૧) મિથ્યાત્વઃ જે વસ્તુ જેવી છે તેવી ન માનવી એનાથી ઉલટું માનવું તે મિથ્યાત્વ
છે. તીર્થકર અનંત લાયક સમ્યકત્વી હોવાથી આ દોષથી રહિત થાય છે. તેથી
જગતના પદાર્થ જેવા છે તેવા જ તીર્થંકર સ્વીકારે છે. (૨) અજ્ઞાન : વસ્તુનું અજાણપણું અથવા વિપરિતપણું જાણવું તે અજ્ઞાન છે. તીર્થકર
કેવળજ્ઞાની હોવાથી સર્વ લોકાલોક અને સર્વ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણે છે અને જુએ છે. (૩) મદ : પોતાના ગુણનો ગર્વ તે મંદ. તીર્થંકર સર્વ ગુણ સંપન્ન હોવાથી કિંચિત
માત્ર પણ મદ કરતાં નથી. ગર્વ ન કરવો તે જ સંપૂર્ણતાનું ચીન્ડ છે. આ ઉપરાંત
તીર્થકર વિનયના સાગર હોવાથી છતાં પણ કોઈની આગળ લઘુતા બતાવતા નથી. (૪) ક્રોધ : તીર્થંકર ભગવંત દયાના સાગર અને કરુણા ક્ષમાના સાગર હોય છે.
તેઓ કોઈપણ પ્રકારનો ક્રોધ કરતા નથી. (૫) માયા-કપટ : તીર્થંકર ભગવંત બહુ જ સરળ સ્વભાવી હોય છે. તેથી માયા કપટ
રહીત હોય છે. (૬) લોભ ઈચ્છા ? તેઓ ઈચ્છા-તૃષ્ણા રહિત હોય છે. પોતે મેળવેલી રિદ્ધિ-સિદ્ધિ,
વૈભવ, સંપત્તિ, રાજપાટ એટલે સુધી કે ચક્રવર્તીપણું સર્વ છોડીને દીક્ષા અંગીકાર
કરે છે. (૭) રતિ : એટલે આનંદ-ખુશી, તીર્થકર ભગવંતને જયારે સર્વ વસ્તુ પ્રાપ્ત થાય
છે. અકષાયી અને વિતરાગી હોવાથી લેશમાત્ર તેનાથી લેપાતા નથી. (૮) અરતિ : અપ્રસન્નતાના પ્રસંગોમાં તથા દુઃખદ પ્રસંગોમાં, પરિસહ, ઉપસર્ગ
પ્રાપ્તિ સમયે પણ તીર્થકર ભગવંતો લેશમાત્ર પણ દુઃખ-શોક પામતા નથી. (૯) નિદ્રા : તીર્થકર ભગવંતનું દર્શનાવરણીકર્મ ક્ષય થયું હોવાથી નિરંતર જાગૃત જ
રહે છે. (૧૦) શોક : તીર્થકર ભગવંત ત્રિકાળના જ્ઞાની હોવાથી એક પણ પ્રસંગ કે વસ્તુ
માટે આશ્રર્ય કે શોક પામતા નથી.