________________
૨.૯
(૧૭) કેશ, રીમ, દાઢી અને નખોની અવસ્થિતતા : દીક્ષા સમયથી તીર્થંકરના કેશ,
રોમ, દાઢી અને હાથ-પગના નખ વધતાં નથી. સદા એક સરખા રહે છે.* (૧૮) ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓનું સદા સાથે રહેવું : કેવળ જ્ઞાન ઉત્પન્ન
થતાંની સાથે જ તીર્થકરની સાનિધ્યમાં ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ તેમની સેવા માટે હજાર હોય છે. ઉપરાંત મનુષ્યો તેમની શંકાના સમાધાનાર્થે તીર્થંકર
પાસે આવન-જાવન કરતા હોય છે. (૧૯) સ્તુઓ અને ઈન્દ્રિયાર્થોનું અનુકૂલપણુંઃ વસંત વગેરે છએ ઋતુઓ પોત પોતાની પુષ્પાદિ સામગ્રીથી સર્વદા અનુકૂલ થાય છે. અને મનોહર સ્પર્શ, રસ, ગંધ, રુપ અને શબ્દરૂપી ઈન્દ્રિયોના પ્રશસ્ત અર્થોનો પ્રાદુભાવ કરે છે.પ૦ આઠ મહાપ્રાતિહાર્ય સહ બિરાજમાન તથા વિહરમાન તીર્થંકર પરમાત્માનું
ચિત્ર પરિશિષ્ટ નં.૧ માં આપેલ છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ કૃત અનેકાન્તજય પતાકામાં આઠ પ્રાતિહાર્યના નામ નીચે પ્રમાણે વર્તીત છે. ૧. અશોક વૃક્ષ ૨. સુરપુષ્પવૃષ્ટિ ૩. દિવ્ય ધ્વનિ ૪. ચામર ૫. સિંહાસન ૬. ભામંડલ ૭. દુદુભિનાદ ૮. ત્રણ છત્ર
આ આઠ શ્રી જિનેશ્વરોના સત્કાતિહાર્યો છે. સત્ એટલે વિદ્યમાન, વાસ્તવવિક. તીર્થકરના પ્રાતિહાર્યો દેવનિર્મિત હોય છે.
દેવકૃત સર્વ અતિશયો અને અપેક્ષાએ સર્વ પ્રાતિહાર્યો પણ તીર્થકરના પૂજાતિશયમાં સમાઈ જાય છે. તીર્થંકરના વચનને લગતા અતિશયો છે તે વચનાતિશયમાં સમાઈ જાય છે. તીર્થંકરના અસ્તિત્વ માત્રથી તેમનાં સંનિધાનમાં જીવોના જે સંચયો એકી સાથે સમકાળે નાશ પામે છે. તે જ્ઞાનાતિશયનો મુખ્ય ગુણ છે. પ્રાયઃ કર્મક્ષય જ સર્વ અતિશયો અપાયાપગમ અતિશયમાં સમાઈ જાય છે.
ટૂંકમાં તીર્થકરનું સમગ્ર ઐશ્વર્ય એટલે ભકિત અતિ નમ્ર બનેલા દેવેન્દ્રો વડે શુભાનુબંધી પુણ્યાનુબધી) એવા આઠ મહાપ્રાતિહાર્યોની રચના. જેના દ્વારા લોકોને ભગવંતની સંપૂર્ણતાના દર્શન થાય છે.