________________
ભાગનો વિસ્તાર યોજન જેટલો હોય છે. તે સંપૂર્ણપણે સમવસરણ ઉપર છત્ર જેવો શોભે છે. અને વિહાર વખતે તે તીર્થંકરની સાથે સાથે ઉપર આકાશમાં ચાલે છે આને ચૈત્યવૃક્ષ પણ કહે છે. આ દેવતા દ્વારા રચિત હોય છે.૪૦
તીર્થંકરને અશોકવૃક્ષની નીચે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તે વૃક્ષ ‘ચૈત્યવૃક્ષ’ તરીકે રચાઈ જાય છે.
(૧૦) કાંટાઓનું અધોમુખ થવું : તીર્થંકર ચાલતા હોય ત્યારે માર્ગમાં રહેલા કાંટાઓ તથા આજુબાજુના કાંટાળા છોડ ઉપરના કંટકો અધોમુખ થઈ જાય છે.૪૧ (૧૧) વૃક્ષોનું નમવું ઃ તીર્થંકર ચાલતા હોય, વિહાર કરતા હોય ત્યારે માર્ગની બંને
બાજુ રહેલા વૃક્ષો નમી જાય છે. જાણે તીર્થંકરને વંદન કરી રહ્યા હોય.૪૨ (૧૨) દેવ દુભિનાદ : તીર્થંકર ચાલતા હોય ત્યારે દેવતાઓ આકાશમાં ઉંચેથી દુદુભિનો નાદ કરે છે. તે નાદ સર્વ દિશાઓમાં વ્યાપી જાય છે.૪૩
(૧૩) વાયુનું અનુકૂળ થવું : તીર્થંકરના પ્રભાવથી પવન અનુકૂળ થાય છે. સૌને સુખકારક લાગે એ રીતે વહે છે.
સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે “તીર્થંકર જ્યારે વિચરતા હોય ત્યારે સંવર્તક નામના શીતલ, સુખ સ્પર્શવાળા, અને સુગંધી પવનથી એક યોજન પ્રમાણ ભૂમિ સર્વ બાજુએથી શુદ્ધ થાય છે.૪૪
(૧૪) પક્ષીઓ પ્રદક્ષિણામાં ફરે : તીર્થંકર જે રસ્તે વિહાર કરતાં હોય તે રસ્તે ઉપર આકાશમાં જતા ઉત્તમ પક્ષીઓની પંગતિ, પ્રદક્ષિણાના રૂપમાં ઉડે છે. પોપટ, ચાસ, મોર વગેરે પક્ષીઓ દક્ષિણાવર્તમાં પ્રદિક્ષણા આપે છે. શુકલ શાસ્ત્રની દૃષ્ટિએ આને ઉત્તમ શુકન કહેવામાં આવે છે.૪૫
(૧૫) ગંધોદક વર્ષા : જે સ્થળે તીર્થંકર બિરાજમાન હોય તે સ્થળે ધૂળ (રજ) ને સમાવવા માટે ઘનસાર વગેરે ઊંચા સુગંધી દ્રવ્યોથી યુક્ત એવા જલની ગંધોદકની વૃષ્ટિ મેઘકુમાર દેવતા કરે છે. આમ ભગવંતના વિચરણની ભૂમિની આસપાસની યોજન પ્રમાણભૂમિ ઉચિત રીતે ઝરમર, ઝરમર વરસાદ વરસતાં સુગંધિત થઈ ઉઠે છે. અને પવનથી આકાશમાં ઉડતી રજ અને રોગ રહિત બને છે.૪૬ (૧૬) બહુવર્ણ પુષ્પવૃષ્ટિ : તીર્થંકર જ્યાં વિચરતા હોય ત્યાં ચારેબાજુ દેવતાઓ અનેક વર્ણવાળા મનોહર અને સુગંધી એવા દિવ્ય પંચરંગના પુષ્પોથી વૃષ્ટિ કરે છે.૪૭
૩