________________
શ્રી સમવાયાંગ સૂત્રમાં જણાવ્યા મુજબ “તીર્થકર ભગવાનની ઉપર આકાશમાં અત્યંત ઉંચા હજારો નાની નાની પતાકાઓથી સુશોભિત અને મનોહર
એવો ઈન્દ્રધ્વજ તીર્થંકર આગળ ચાલે છે. ૫ (૬) અવસુવર્ણકમળોની શ્રેણી : તીર્થકર ચાલતા હોય ત્યારે જયાં જ્યાં તેમના પગ
પડે ત્યાં ત્યાં દેવતાઓ તે પગ પડે તેના પૂર્વે જ તેની નીચે સોનાના કમળો ગોઠવી દે છે. આવા નવ સુવર્ણના કમળોની શ્રેણી હોય છે. તેમાં પહેલા બે કમળો પર તીર્થકરના ચરણ કમળ હોય છે. જ્યાં તીર્થકર આગળ પગ ઉપાડે કે સૌથી છેલ્લે કમળ અનુક્રમે આગળની બાજુ ગોઠવાતું જાય છે. આ રીતે તીર્થકરની સાથે સાથે
કમળો પણ પંકિત બદ્ધ ચાલે છે.* (૭) ત્રણ મનોહર ગઢ : તીર્થકરના સમવસરણમાં રત્નત્રય, સુવર્ણમય, અને રજતમય એમ ત્રણ મનોહર ગઢ હોય છે.
આ ત્રણ ગઢમાં ત્રણ જગત છે.
દેવજગત, મનુષ્ય જગત, તિર્યંચ જગત છે. સારાંશ કે દેવજગતના પ્રતિનિધિ દેવો સમસરણમાં છે. તેવાં જ મનુષ્યો અને તિર્યંચો વિશે પણ સમજવું.૩૭
આ સમસરણની રચના દેવતા કરે છે. જે સમયે તીર્થકરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અત્યંત આનંદિત મનવાળા તે ઈન્દ્રો સહુ દેવગણ સાથે કેવળ જ્ઞાનના સ્થળે આવે છે. અને તે દેવતાઓ ત્રણ ગઢવાળા મનોહર સવસરણની રચના કરે છે.
સમવસરણનું ચિત્ર પરિશિષ્ટ- નં.૧ માં આપ્યું છે. (૮) ચતુર્મુખાંગતા : સમવસરણમાં તીર્થકર ચાર મુખવાળા અને ચાર દિશામાં | વિરાજમાન હોય છે. આ ચાર શરીરોમાં તીર્થંકરનું મૂળ શરીર પૂર્વ દિશામાં હોય
છે. બાકીના ત્રણ શરીરોની રચના દેવતા કરે છે. પણ તે શરીરોમાં તીર્થકરના રૂપ જેવું જ રૂપ તીર્થંકરના પૂણ્યતિશયના પ્રભાવથી થઈ જાય છે. આનાથી સમવસરણમાં દેશના સાંભળવા આવેલ સર્વે જીવોને એમ લાગે છે કે સ્વયં તીર્થકર
જ અમને ધર્મ કહી રહ્યા છે.૩૯ (૯) ચૈત્યવૃક્ષ (અશોક વૃક્ષ) : સમવસરણમાં મધ્યભાગમાં હોય છે. તેનો ઉપરનો