________________
આ બધા જ અતિશયોમાં ભગવંતનું ઉદય પ્રાપ્ત ‘તીર્થંકર’ નામ કર્મ મુખ્ય છે તેનો જ બધો દેવકૃત મહિમા છે, અને તીર્થંકર માટે જ દેવતાઓ ઉંચામાં ઉંચી ભક્તિ કરે છે.
શ્રી તીર્થંકર ભગવંત, સિવાયના બીજા જીવો તેવા પ્રભાવશાળી ન હોવાથી તેઓ વિશે તેવા ઉત્તમ ભક્તિભાવ દેવતાઓના મનમાં ન જાગવાથી, બીજા જીવોને કદાપિ તીર્થંકર નામકર્મનો ઉદય ન હોવાથી, બીજા જીવોમાં એવી લોકોત્તમ પાત્રતા ન હોવાથી અને બીજા જીવોએ એવું સર્વોન્મ શુભકર્મ કરેલું ન હોવાથી, બીજા જીવોને આ અતિશયમાંનો એક પણ અતિશય કે પ્રાતિહાર્યોમાંનુ એકપણ પ્રાતિહાર્ય ત્રણે કાળમાં કદાપિ હોતું નથી.
આથી જ જેને આ અતિશયો કે આ પ્રાતિહાર્યો હોય તે જ તીર્થંકર ભગવંત બીજા કોઈ કદાપિ અતિશયયુક્ત થઈ શકતા નથી.૩૨
(૧) ધર્મચક્ર : તીર્થંકરની આગળ આકાશમાં દૈદીપ્યમાન ધર્મચક્ર હોય છે. અને ચંદ્રમાંથી ફેલાતું તેજ અંતરીક્ષમાં દશે દિશાઓને પ્રભાવિત કરે છે.૩૩
(૨) ચામરો : તીર્થંકર જ્યારે ચાલતા હોય છે. ત્યારે તેમની આગળ ઉપર આકાશમાં ચામરો ચાલે છે અને તીર્થંકર જ્યારે બેસે ત્યારે તીર્થંકરની બંને બાજુ દેવતા ચામરો વિંઝતા હોય છે.
(૩) સિંહાસન : તીર્થંકર જ્યારે વિહાર કરતાં હોય ત્યારે પાદપીઠથી સહિત એવું નિર્મળ સ્ફટિક રત્નનું બનાવેલું ઉજ્વલ સિંહાસન તીર્થંકરની આગળ ઉપરની બાજુ આકાશમાં ચાલતું હોય છે. અને તીર્થંકર બેસે ત્યારે તે તીર્થંકરના બેસવાના સ્થાને ઉચિત રીતે ગોઠવાઈ જાય છે.
(૪) ત્રણ છત્ર : તીર્થંકર જ્યારે ચાલતા હોય ત્યારે તીર્થંકરની ઉપર ત્રણ છત્ર ચાલે અને તીર્થંક૨ બેસે ત્યારે ત્રણ છત્ર તીર્થંકરના મસ્તકની ઉપર થોડેક દૂર સમુચિત સ્થાને ગોઠવાઈ જાય.૩૪
(૫) રત્નધ્વજ (ઈન્દ્રધ્વજ, ધર્મધ્વજ) : તીર્થંકર જ્યારે વિહાર કરે છે ત્યારે ભગવંતની આગળ આકાશમાં જમીનથી અદ્વર-રત્નમય ધ્વજ ચાલે છે. તીર્થંકરના સમવસરણમાં તે યોગ્ય સ્થાને ગોઠવાઈ જાય છે.
૨૫