________________
૩. ભામંડલ : ભગવંતના મસ્તકની પાછળ અપૂર્વ તેજોરાશિથી યુક્ત ભામંડલની
રચના થાય. ૪. રોગોની વિલિનતા : તીર્થકર ભગવંત જયાં જયાં વિચરતા હોય ત્યાં ત્યાં
આસપાસના સવાસો યોજન સુધી અન્ય જીવોને પણ કોઈ રોગ આવતો નથી.૭ ૫. અવૈર: તીર્થંકર ભગવંતના વિહરમાન પ્રદેશમાં એકસો પચ્ચીસ યોજન સુધી
લોકોમાં પરસ્પર વૈરઝેર શમી જાય. તેમના સમવસરણમાં વાઘ, બકરી, બિલાડી, વિગેરે પોતાના જન્મજાત પૂર્વભવના વૈર ભૂલી જાય અને સાથે બેસી શકે.
ઈતિઓના અનાવિર્ભાવઃ ઈતિ એટલે કે ધાન્ય વગેરેને હાનિ પહોંચાડનાર અતિ પ્રમાણમાં ઉંદરો, તીડ, કીડા, પોપટો જેવા પંખીઓ વગેરે સવાસો યોજન સુધી
ખેતરના પાકને નુકશાન કરે નહિ. ૭. માર (મરકી) અસંભવ : ભગવંત વિચરતા હોય તેની આસપાસ સવાસો યોજન સુધી કોલેરા, મરકી, પ્લેગ, ઈન્ફલ્યુએન્ઝા જેવા ચેપી જીવલેણ રોગચાળા
ફાટે નહિ. ૮. અતિવૃષ્ટિ : ભગવંત વિચરતા હોય તે પ્રદેશમાં સવાસો યોજન સુધી
અતિવૃષ્ટિનો કુદરતી પ્રકોપ થતો નથી. ૯. અનાવૃષ્ટિ : એકસો પચીસ યોજન સુધી અનાવૃષ્ટિ અર્થાત્ સર્વથા વરસાદનો
અભાવ ન હોય.૨૯ ૧૦. દુર્લિક્ષ (દુષ્કાળ) : તીર્થકરની વિહારભૂમિમાં એકસો પચીસ યોજન વિસ્તારમાં દુષ્કાળ ન હોય તેમના વિહાર પૂર્વે ઉત્પન્ન થયેલ દુષ્કાળ નાશ પામે નવો ઉત્પન્ન
ન થાય.૩૦ ૧૧. ભયનો અભાવ : તીર્થકરની આસપાસ સવાસો યોજન સુધીના વિસ્તારમાં સ્વરાષ્ટ્રથી ભય(બળવો, હુલ્લડ વગેરે) તથા પરરાષ્ટ્ર ભય વગેરે હોતા નથી.”
અતિશય ૪ થી ૧૧માં જ્યાં જ્યાં ભગવાન વિચરતા હોય ત્યાંથી સવાસો યોજનમાં રોગ આદિ ઉપદ્રવોનો અભાવ હોય. ૨.૮.૩ દેવકૃત અતિશયો
તીર્થકરના ચોત્રીસ અતિશયોમાં દેવકૃત અતિશયો ઓગણીશ છે. આ બધા જ અતિશયો કરે છે દેવતાઓ પણ થાય છે ભગવંતના પ્રભાવથી.
S