________________
૨.૮.૩ કર્મક્ષય જ અતિશય :
કર્મક્ષય જ અતિશય કે જે જ્ઞાનાવરણીય કર્મ વગેરે ચાર ધાતકર્મોના (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મ) ક્ષયથી ઉત્પન્ન થાય છે. ભગવંતના ધાતકર્મોનો ક્ષય થતાં જ ભગવંતને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સાથે
જ કર્મક્ષય જ અગિયાર અતિશય ઉત્પન્ન થાય છે. (૧) યોજનમાત્ર ક્ષેત્રમાં મનુષ્યો, દેવ અને તિર્યંચોની ક્રોડાકોડી સંખ્યામાં સમાવેશ
ભગવંતના સમવસરણમાં યોજન માત્ર ભૂમિમાં મનુષ્યો, દેવો અને તિર્યંચો ગમે તેટલી મોટી સંખ્યામાં સમાઈ જાય છે. તેઓ વિના હરકતે સૌ કોઈ
સુખેથી ભગવંતની વાણી દેશના સાંભળી શકે છે. (૨) વાણી સર્વભાષી સંવાદિની અને યોજનગામિની:
ભગવંતની વાણી એક યોજન પર્યત સંભળાય તેવી હોય ભગવંતની વાણી સર્વ ભાષાઓમાં પરિણમન પામનારી હોય જેથી સો જીવો પોતપોતાની ભાષામાં સમજી જાય.૨૪
पणतीसं सच्चचणादूसेसा ॥
અર્થાત્ ભગવંતના સત્યવચનના ૩૫ અતિશયો છે. તે નીચે પ્રમાણે છે. ૩૫ વચનાતીશય
(૧) સંસ્કારતત્ત્વ (૨) ઔદાત્ય (૩) ઉપચાર પરીનતા (૪) મેઘગંભીર ઘોષ (૫) પ્રતિસાદ વિધાવિતા (૬) દક્ષિણત્વ (૭) ઉપરીત રાગ– (૮) મહાર્ણતા (૯) અવ્યાહતવ્ય (૧૦) શિષ્યત્વ (૧૧) સંશયોનો અસંભવ (૧૨) નિરાકૃતાન્યોતરત (૧૩) હૃદયગમતા (૧૪) મિથઃ શાકાંક્ષતા (૧૫) દેશકાલાવ્યતીતત્વ (૧૬) તત્ત્વનિષ્ઠત (૧૭) અપ્રકીર્ણ પ્રસૃત્વ (૧૮) અસ્વચ્છાધા નિન્દતા (૧૯) આભિભત્ય (૨૦) અતિ સ્નિગ્ધ મધુરત્વ (૨૧) પ્રશસ્યતા (૨૨) અનર્મવિધિતા (૨૩) સૌદર્ય (૨૪) ધર્માર્થપ્રતિબદ્ધતા (૨૫) કારકાઘવિપર્યાસ (૨૬) વિશ્વમાહિતવિયુક્તતા (૨૭) ચિત્રકૃત્વ (૨૮) અભૂતત્વ (૨૯) અનતિ વિલંબતા (૩૦) અનેક જાતિ વૈચિત્ર્ય (૩૧) આરોપિત વિશેષતા (૩૨) સત્યપ્રધાનતા (૩૩) વર્ણ-પદ-વાક્ય વિવિકતા (૩૪) અબુચ્છિતિ (૩૫) અખેદિત."