________________
મૂલાતિશયો અને જ્યાં ૧૨ ગુણ કહ્યા હોય ત્યાં આઠ મહાપ્રાતિહાર્યો અને ચાર મૂલાતિશયો જાણવા.૨૧
चहतीस अदूसजुआ अद्ध-महापडिहेर-काय सोहा तित्थयरा गयमोहा झाहअव्वा पयतेणं ॥
તિજયયહતુ સ્ત્રોત- ગાથા નં.૧૦ ચોત્રીસ અતિષયોથી યુક્ત આઠ મહાપ્રતિહાર્યોથી શોભતા અને મોહથી રહિત, એવા તીર્થકરોનું સ્તુતિ સ્તવનના, ધ્યાન થાય છે. ૨૨
આ સર્વ ગ્રંથોના પ્રમાણ્યથી એ વાત નક્કી થાય છે કે તીર્થંકર ભગવંતોના મૂલાનિશયો તથા મહાપ્રાતિહાર્યો કાલ્પનિક નથી. પણ વાસ્તવિક છે. કારણ કે પ્રાચીન આગમ ગ્રંથોમાં ગણધર આચાર્ય ભગવંતો દ્વારા લખાયેલી વાણીમાં તીર્થકર ભગવંતના અવાસ્તવિક ગુણોનું વર્ણન કદાપિ કરતા નથી, કારણ કે તેથી ખોટું બોલવાનું પાપ લાગે છે. તેથી આ ચાર મૂલાતિશયો તથા અન્ય અતિશયો યથાર્થ વાસ્તવિક, યથાભૂત અને સત્ એવા ગુણો કહેવામાં આવે છે.
તીર્થકરોના અતિશયોને જૈનાચાર્યોએ નીચે પ્રમાણે ત્રણ વિભાગમાં વિભાજિત કયા છે. (૧) સહજ અતિશય (૨) કર્મક્ષય જ અતિશય (૩) દેવકૃત અતિશય ૧. સહજ અતિશય
ચોવીસ અતિશયોના ચાર અતિશયો તીર્થકર ભગવંતને જન્મથી જ હોય છે. આ ચાર અતિશયો સહજ સ્વાભાવિક અતિશયો કહેવાય છે. આ ચાર સહજ
અતિશયો આ પ્રમાણે છે. (૧) જિનભગવંતનું રૂપ જન્મથી જ અભૂત હોય છે. શરીર સુગંધી તથા રોગ, મલ
અને પરસેવાથી રહિત હોય. (૨) ભગવંતનો શ્વાસોશ્વાસ પાકમલ જેવો સુગંધી હોય. (૩) તીર્થકરના રક્ત અને માંસ જન્મથી જ ગાયના દૂધ જેવા શ્વેત અને દુર્ગધથી
રહિત હોય. (૪) તીર્થંકરના આહાર અને નિહારની એટલે કે મલવિસર્જનની ક્રિયા ચર્મચક્ષુવાળા
જીવો જોઈ શકતા નથી. માત્ર અવધિજ્ઞાની જ જોઈ શકે. ૨૩