________________
અનંત ચતુષ્ટયઃ (૧) અનંત જ્ઞાન (૨) અનંતદર્શન (૩) અનંત સુખા (૪) અનંતવીર્ય અષ્ટ પ્રાતિહાર્ય : (૧) અશોકવૃક્ષ (૨) સિંહાસન (૩) ત્રણ છત્ર (૪) ચોસઠ જોડ ચામરની (૫) પ્રભા મંડળ (૬) અચેત પૃષ્પવૃષ્ટિ (૭) દિવ્ય ધ્વનિ (૮) અંતરિક્ષમાં
સાડાબાર ક્રોડગેબી વાજા. એમ મળીને પણ ૧૨ ગુણ થાય.૨૦ ૨.૮ તીર્થકરના અતિશયો :
અતિશય શબ્દની ઉત્તમ વ્યાખ્યા શ્રી અભિધાન ચિંતામણીની સ્વોપજ્ઞ ટીકામાં મળે છે. જે ગુણો વડે તીર્થકર ભગવંત સમસ્ત જગત કરતાં પણ અતિશયી-ચડિયાતા છે. તે ગુણોને અતિશય કહેવામાં આવે છે.
આવા અરિહંતોના યથાર્થ અને અસાધારણ (બીજામાં ન હોય તેવા) મૂળગુણો ચાર છે.
આચાર્ય શિરોમણીથી હરિભદ્રસૂરિ અને “કાતજય પતાકા' ગ્રંથની સ્વોપણ વ્યાખ્યામાં કહે છે.
गुण: मुलातिशयाश्वतारः तद्यथा अपानयापत्रमातिशम,
ज्ञानातिशय, पूजातिशय, वागतिराश्च ॥ ૧. અપાયાગમ અતિશય : રાગ આદિ દોષો જીવને હાનિકારક હોવાથી અપાય કહેવાય છે. અપગમન એટલે ક્ષય રાગ વગેરેનો અપગમ થવાથી તીર્થકરને
સ્વરૂપનો લાભ મળે છે. આ અપાયાગમ અતિશય છે. ૨. જ્ઞાનાતિશય ઃ નિર્મળ તથા પૂર્ણ એવા કેવળજ્ઞાનથી લોક અને અલોકના સંપૂર્ણ
સ્વભાવનું અવલોકન કરી રહ્યા છે આ “જ્ઞાનાતિશય છે. ૩. પૂજાતિયશય ઃ સર્વ દેવતાઓ, અસૂરો અને મનુષ્યોએ કરેલ તીર્થંકરની પૂજાની
પરાકાષ્ટા તે તીર્થંકરનો “પૂજાતિશય' છે. ૪. વચનાતિશય : સર્વ જીવોને અભયદાન આપવામાં સમર્થ અને સર્વ ભાષાઓમાં
પરિણમતી જે તીર્થકરની ધર્મવાણીને તીર્થંકરનો વચનાતિશય છે આ વચનાતિશય વડે તીર્થકર સર્વ જીવોનું પાલન કરનારા છે.
શાસ્ત્રોમાં જ્યાં તીર્થકરોના ચાર ગુણ જણાવ્યા હોય ત્યાં ચાર
૨૧