SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉપદેશ) પ્રત્યે ઉત્કૃષ્ટ શ્રદ્ધા (૪) ગુરુની ઉપાસના (૫) સ્થવિરની ઉપાસના (૬) જ્ઞાનની ઉપાસના (૭) તપસ્વીની ઉપાસના (૮) જ્ઞાન મેળવવા માટે અવિરત ધ્યાન (૯) દોષ વગરની સામાયિકની આરાધના (૧૦) ગુણવાનનું સન્માન કરવાથી (૧૧) પ્રતિક્રમણ કરવાથી (૧૨) બ્રહ્મચર્ય વગેરે વ્રતોનું ઘણા જ ખંતથી ધ્યાનપૂર્વક પાલન કરવાથી (૧૩) ધાર્મિક ક્રિયાઓમાં સંપૂર્ણ જાગૃતિ (૧૪) આત્મ સંયમ (૧૫) પ્રાયશ્ચિત/તપશ્ચર્યા (૧૬) રોગ/બિમાર સાધુઓની મનપૂર્વક વૈયાવચ્ચચાકરી (૧૭) બીમાર સાધુઓને આરામમાં રાખવાથી (૧૮) ઉંડા જ્ઞાન માટે અભ્યાસ કરવાથી (૧૯) અહતના ઉપદેશમાં, દઢ શ્રદ્ધા રાખવાથી (૨૦) જૈન શાસનને ઉજ્જવળ બતાવવાથી એનું ગૌરવ વધારવાથી”૫૮ આમાંથી કોઈપણ એક અથવા વધારે પ્રકારની ઉત્તમ આરાધના અર્થાત ઉચ્ચભાવના આરાધનાથી “તીર્થંકર નામ કર્મનો બંધ થાય છે. તીર્થંકર પદ માટે પૂર્વભવમાં વિશિષ્ટ આરાધના કરવી જરૂરી છે. આમ જૈનદર્શનની માન્યતા પ્રમાણે કોઈપણ જીવાત્મા ઉપર દર્શાવેલ પુરુષાર્થ દ્વારા તીર્થંકર નામ ગોત્ર બાંધી શકે છે. ૨.૭ તીર્થંકરના ગુણોઃ ઘાતકર્મોનો ક્ષય કરવાથી તીર્થંકરપદની પ્રાપ્તિ થાય છે. તે તીર્થંકર પરમાત્માના ૧૨ ગુણ, ચોત્રીસ અતિષય, પાંત્રીસ વાણીના ગુણો પ્રાપ્ત કરે છે. અને તેઓ અઢાર દોષ રહિત હોય છે. જેનું વિસ્તૃત વર્ણન આ પ્રમાણે છે. અરિહંતના ૧૨ ગુણો (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત ચારિત્ર (૪) અનંત તપ અનંતબલવીર્ય (૬) અનંત લાયક સમ્યક્ત્વ (૭) વજઋષભ નારાચ સંઘયણ (૮) સમચતુરસ્ત્ર સંસ્થાન (૯) ચોત્રીષ અતિશય (૧૦) પાત્રીસ વાણીના ગુણો (૧૧) એક હજાર આઠ ઉત્તમ લક્ષણના ધારણહાર (૧૨) ચોસઠ ઈન્દ્રોના પૂજનીય આ બાર ગુણોથી યુક્ત તીર્થંકર ભગવંત હોય છે. અન્ય રીતે તીર્થંકર ૧૨ ગુણો :
SR No.032492
Book TitleJain Dharmma Nam Smaranni Avdharna
Original Sutra AuthorN/A
AuthorManharbala Kantilal Shah
PublisherAntararashtriya Jain Vidya Adhyayan Kendra
Publication Year2008
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy