________________
૨.૪ તીર્થ અને તીર્થકર
તીર્થ શબ્દની વ્યુત્પત્તિ વ્યુત્પતિ તીરના તિ તીર્થમ્ જેના વડે તરાય તે તીર્થ એ પ્રમાણે થાય છે.
આવશ્યક નિર્યુક્તિમાં કહેવાયું છે કે તીર્થના અનેક પ્રકારનો છે. નામ તીર્થ, સ્થાપના તીર્થ, દ્રવ્યતીર્થ, ભાવતીર્થ વગેરે જ
“તીર્થ રોતિ ઝુરિ તાર્યવીર તીર્થંકરનો સામાન્ય અને વ્યાપક અર્થ થાય છે તીર્થ. મુનિ સુમેરમલજી જણાવે છે.
જે સંસાર સમુદ્ર તરવામાં યોગભૂત બને છે. તે તીર્થ અર્થાત્ પ્રવચન હોય છે તે પ્રવચનને સાધુ-સાધ્વી, શ્રાવક શ્રાવિકા ધારણ કરે છે. આ ચતુર્વિધ સંઘ પણ તીર્થ સમાન છે. અને તેના સ્થાપક તીર્થકર કહેવાય છે."
જે તારે તે “તીર્થ અને જે તીર્થ પ્રર્વતાવે તે “તીર્થકર
આ ઉપરાંત “અહંત', “જિન”, “વિતરાગ”, “સર્વજ્ઞ', પરમેષ્ઠિ વગેરે પણ તીર્થકર માટે જૈનસાહિત્યમાં વપરાતા પર્યાયવાચી શબ્દ છે. ૨.૫ તીર્થકરની વિશિષ્ટતાઓ
જૈન પરંપરા પ્રમાણે કોઈપણ સાધારણ આત્મા વિશિષ્ટ અને ઉચ્ચસાધના તથા તત્ત્વ દ્વારા પરમાત્મા પદ પ્રાપ્ત કરી શકે છે.
જૈન દર્શનુસાર “તીર્થંકર' બનનાર આત્મા મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. પછી સંસારમાં ફરી અવતરતા નથી.
તીર્થકરના નામગોત્ર, અતિષયો, મહાપ્રાતિહાર્યોના વિશેષ સ્વરૂપનું વર્ણન પ્રાચીનગ્રંથો સમવાયાંગ સૂત્ર, મહાનિશીથ સૂત્ર, વીતરાગ સ્તવ, અભિધાન
ચિંતામણી, કલ્પસૂત્ર, લોકપ્રકાશ વગેરેમાં વિસ્તારપૂર્વક છે. ૨.૬ તીર્થકરપદ- નામ ગોત્ર
તીર્થકર તેઓ જ બને છે. જેમણે પૂર્વભવમાં તીર્થકર નામ કર્મની પ્રકૃતિનું ઉપાર્જન કર્યું હોય. આ પૂણ્યકર્મની ઉત્કૃષ્ટ પ્રકૃતિ છે. જૈન આગમ જ્ઞાતાધર્મકથામાં તેના બંધના વીશ કારણો બતાવ્યા છે.
(૧) અરિહંતની ઉત્કૃષ્ટ ભક્તિ (૨) સિદ્ધની ઉત્કૃષ્ટ ભક્તિ (૩) જિન-પ્રવચન