________________
૨. ૨ તીર્થકરનું આગમન
કાળચક્રના અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતભાગમાં ૮૪ લાખ પૂર્વ અને ૮૯ પક્ષ બાકી હોય ત્યારે ધર્મચક્રની પ્રવૃત્તિ કરનાર પ્રથમ તીર્થંકર નો જન્મ થાય છે. રાજચક્રની વ્યવસ્થા કરનાર પ્રથમ ચક્રવર્તી થાય છે. ત્યાર પછી ચોથા આરામાં બાકીના ૨૩ તીર્થકરો, ૧૧ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ વગેરે શાખા પુરુષોનો જન્મ થાય છે. આમ ત્રીજા આરાના અંતે અને ચોથા આરામા મળીને કુલ 2ષઠ શાખા પુરુષો ઉત્પન્ન થાય છે. જયારે પહેલા, બીજા, પાંચમા અને છઠ્ઠા આરામાં આવા કોઈ પુરુષો ઉત્પન્ન થતા નથી.
આજ પ્રમાણે ઉત્સર્પિણીકાળમાં પણ ત્રીજા અને ચોથા આરામાં જ તેવા વિશિષ્ટ એટલે કે 2ષઠ શલાખા પુરુષો જેવા કે ચોવીસ તીર્થકરોનું આગમન થાય
છે.
આના પરથી જૈન પરંપરામાં જણાવાયું છે કે અત્યંત સુખની દશામાં કે અત્યંત દુઃખની દશામાં મહાપુરુષોના તેમાં પણ સર્વશ્રેષ્ઠ એવા તીર્થંકર ભગવંતોના જન્મનો અવકાશ નથી તેમ ફલિત થાય છે. પરંતુ જયારે સુખ દુઃખ
મધ્યમ પ્રમાણમાં હોય છે ત્યારે તેઓ જન્મ લે છે. અને ધર્મ પ્રવર્તન કરે છે." ૨.૩ તીર્થકરો ચોવીસ શા માટે?
જૈનદર્શન પ્રમાણે તેની ભૂગોળમાં અઢીદ્વીપક્ષેત્રનું વર્ણન છે. ૧. જંબુદ્વીપક્ષેત્ર, ૨. ઘાતકી ખંડ, ૩. અર્ધપુષ્કર દ્વીપ
આ અઢી દ્વીપક્ષેત્રોમાં પંદર કર્મભૂમિ છે. તેમાં પાંચ ભરત પાંચ ઐરાવત અને પાંચ મહાવિઘેહ ક્ષેત્ર છે. તેમના ૧૭૦ ભૂભાગ એવા છે કે જ્યાં તીર્થકર બનીશકે. એક જ સમયે ઓછામાં ઓછા વીસ અને ઉત્કૃષ્ટા વધુમાં વધુ) એકસો સીત્તેર તીર્થંકર થઈ શકે.૧૨
મહાવિદેહ ક્ષેત્રમાં કાળનું પ્રમાણ હંમેશા અંક જેવું જ હોય છે. ત્યાં ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળ બદલાતો નથી. પરંતુ સદા અવસર્પિણીકાળના ચોથા આરા સમાન સ્થિતિ હોય છે. ત્યાં તીર્થકરની વિદ્યમાનતા છે. ત્યાં ધર્મનું સ્થાયી સ્વરૂપ રહે છે.