________________
આ પરિવર્તન વડે જ સૃષ્ટિનું સંચાલન ચાલી રહ્યું છે. આમા ન ક્યારેય સર્વથા વિનાશ થાય છે કે ન ક્યારેય એકલી ઉત્પત્તિ થાય છે. સૃષ્ટિ પોતાના મૂળ તત્ત્વોના સંયોજન વિઘટન દ્વારા સતત ગતિશીલ રહે છે. જીવોની ક્યારેક દુઃખની તો ક્યારેક સુખની પરંપરા ચાલે છે."
આ ઉન્નતિ અને અવનતિ સમયની અપેક્ષાએ છે. વ્યક્તિની અપેક્ષાએ નથી આમ કાળની અપેક્ષાએ સામુહિક પરિવર્તન થાય છે.”
જૈનદર્શન પ્રમાણે કાળને એક ચક્રની ઉપમા આપવામાં આવી છે. જે ઘડિયાળના કાંટા પ્રમાણે વર્તુળાકારે ફરે છે. આ વર્તુળનો સરખા બે વિભાગમાં વહેંચવામાં આવે છે. જ્યારે કાંટો ઉપરથી નીચે તરફ આવે છે ત્યારે તેને અવસર્પિણી કાળ કહેવામાં આવે છે. અને જયારે કાંટો નીચેથી ઉપર તરફ આવે છે. ત્યારે તેને ઉત્સર્પિણી કાળ કહેવામાં આવે છે. આમ જેમ ચક્રમાં આરા છે તેમ “કાળચક્રમાં પણ ૧૨ આરા માનવામાં આવે છે. આ ૧૨ આરા બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીકાળને સરખા ૬-૬ આરામાં વિભાજીત કરવામાં આવ્યા છે.”૮ “આવા એક કાળચક્રને કલ્પ કહેવામાં આવે છે.”
કાળચક્ર અવસર્પિણી કાળ
ઉત્સર્પિણીકાળ ૧. સુષમ-સુષમા (સુખમ-સુખમ)
દુષમા-દુષમા ૨. સુષમા (સુખમ)
દુષમા ૩. સુષમા- દુષમા સુખ-દુખમ)
દુષમ-સુષમા ૪. દુષમ-સુષમા (દુઃખમ્- સુખમું)
સુષમા-દુષમા ૫. દુષમા દુ:ખમું)
સુષમાં ૬. દુષમા-દુષમા (દુઃખમ્ -દુઃખમ)
સુષમ-સુષમાં કાળચક્રનું ચિત્ર પરિશિષ્ટ-૧માં આપેલ છે.
અવસર્પિણી કાળ દરમ્યાન શુભ સારા પુદ્ગલોની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય છે. જ્યારે ઉત્સર્પિણીકાળમાં તેનાથી ઉલટું થાય છે તે દરમ્યાન અશુભ પુદ્ગલો ઓછા થાય છે. ને શુભપુદ્ગલો ક્રમવાર વધતા જાય છે.”