________________
પ્રકરણ-૨ તીર્થકર અને તેના લક્ષણો ઉચ્ચ આદર્શ પુરુષો, ઉચ્ચ આદર્શ જીવનસરણી અને ઉચ્ચ આદર્શ સિદ્ધાંત જોઈએ તો જ આભામાંથી અનાદિની ઠાંસીને ભરેલી મલિનતા દૂર થઈ જાય અને આત્મામાં એ ઉચ્ચ આદર્શો, પવિત્રતા, પુરુષાર્થ વગેરે ઝગમગતા તથા જીવનવ્યાપી બની જાય. આમ જીવાત્માને આત્મામાંથી પરમાત્મા બનાવવાનો અણમોલ ઉપદેશ તીર્થંકર પરમાત્માએ આપ્યો,
દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં છ-છ આરામાં ફક્ત ચોવીસ તીર્થકર થાય છે. સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચર્તુવિધસંઘ- તીર્થની સ્થાપના કરવાનું પદ તીર્થંકરો જ પ્રાપ્ત કરે છે. તેઓ સાધારણ જીવની જેમ જ જન્મ લે છે. પરંતુ ઉચ્ચ સાધના તથા તપશ્ચર્યા દ્વારા સ્વયંબુદ્ધ બને છે. ત્યારબાદ તેઓ જૈનધર્મના પ્રચાર પ્રસાર કરે છે. અને ધર્મની સમજ લોકોને આપે છે. તેઓ નવા ધર્મની સ્થાપના કરતા નથી. પરંતુ ધર્મમાં કાળક્રમે પ્રવેશેલી શિથિલતાને દૂર કરી નવચેતના રેડે છે.'
તીર્થકર શબ્દ જૈનદર્શન અને સાહિત્યનો આગવો પારિભાષિક શબ્દ છે. જૈનદર્શનનું સાહિત્ય એવા આગમો, આગમેતર ગ્રંથો તથા વિવિધ શ્લોકો, ગાથાઓ અને પ્રાર્થનામાં “તીર્થકર' શબ્દ વ્યાપક રીતે ઉલ્લેખ થયેલો જોવા મળે
છે. ૨.૧ જૈનધર્મમાં કાળચક્ર
જૈન પરંપરા અનુસાર સૃષ્ટિ અનાદિ ગતિશીલ છે. તેને કોઈ આદિ નથી કે કોઈ અંત નથી.”
જૈન દર્શનની સ્પષ્ટ અવધારણા છે. આ દશ્યમાન પરિણામી નીત્ય છે. દ્રવ્ય નિત્ય છે ધ્રુવ છે પરંતુ પર્યાયની અપેક્ષાએ તે પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. જેવી રીતે રાત્રિ પછી દિવસ અને દિવસ પછી રાત્રિ આવે છે. વર્ષમાં છ વાર ઋતુ બદલાય છે. અને તે એક નિશ્ચિત સમયમર્યાદા સાથે પરિવર્તન થતી રહે છે. તેવી જ રીતે કાળનો ક્રમ પણ નિરંતર બદલાતો રહે છે. સપ્તાહ, પખવાડિયું, મહિનો, વર્ષ, યુગ વિગેરે રૂપ