________________
અલગ-અલગ લાંછનના લક્ષણોમાં વિવિધતા હોય છે.
૨૪ તીર્થંકરોના લાંછન અને વર્ણનું કોષ્ટક પરિશિષ્ટમાં-૨માં આપેલ છે.
જૈનદર્શનમાં આત્મા સર્વથા કર્મમુક્ત આત્મશક્તિથી સંપન્ન એવા તીર્થંકરો પૂર્ણતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરીને મુક્ત જીવો અર્થાત્ સિદ્ધ બન્યા હોય છે. તે આત્મા, શરીર, જન્મ-મરણ, ભૌતિક સુખ દુઃખથી મુક્ત છે. જૈન સાધના પદ્ધતિનું અંતિમ લક્ષ મોક્ષ પ્રાપ્તિ જ છે. અર્હત્ જૈનધર્મના મુખ્ય ધુરી હોય છે. તેઓ ચાર ધાતિકર્મોને ક્ષય કરીને સર્વજ્ઞની ભૂમિકા પ્રાપ્ત કરે છે.પ
૫૭
તીર્થંકરો જન સાધારણ ને સામાન્ય માનવીને સિદ્ધ થવાનો, સિદ્ધત્વ પામવાનો માર્ગ દર્શાવે છે. સમજાવે છે. તેઓ મનુષ્ય જીવનની અગત્યતા અને સાતત્યતા સમજાવે છે. કર્મ બંધન કેમ તોડવા અને મુક્તિ મેળવી સિદ્ધ કેમ બનવું તે સમજાવે છે. આમ સિદ્ધ ભગવંતો કરતાં પણ તીર્થંકર ભગવંતોનું પ્રથમ મહત્ત્વ જૈનદર્શનમાં ખૂબ જ યથાર્થરૂપે છે.
આવા અનંત ઉપકારી તીર્થંકર ભગવંતોનું સ્તુતિ સ્તવના નામસ્મરણ અવધારણા એટલે જ લોગસ્સ સૂત્ર- આગળના પ્રકરણમા લોગસ્સ સૂત્ર વિશે વિશિષ્ટ સમજૂતી આપેલ છે.
33