________________
આભાર દર્શન ધાર્મિક વૃત્તિવાળા માતા-પિતાના સંસ્કારસિંચનથી બાળપણથી જ ધર્મનું બીજ વવાયેલું હતું. સદ્ગુરુ પૂજયશ્રી આચાર્ય ભગવંત ચંપકમુનિના સંપર્કમાં આવતા જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ બની. ધર્મ આરાધના કરવી તે રુચતું હતું આગળ જતાં પુત્રને જ્ઞાનાભ્યાસ કરાવતા સુધર્મ પ્રચાર મંડળ સમિતિની એકથી બાર શ્રેણીની પરીક્ષાઓ આપી એવામાં જૈન પ્રકાશમાં જૈનકેન્દ્ર ગૂજરાત વિદ્યાપીઠની એક નાનકડી જાહેરખબર વાંચી ડૉ.પૂર્ણિમાબેનનો સંપર્ક કર્યો. એક વર્ષના જૈન પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં જોડાઈ તે પૂરો કર્યો. જૈનધર્મનું વિશદ જ્ઞાન પ્રાપ્ત થયું અને ડૉ. પૂર્ણિમાબેન અને ડૉ. સાધનાબહેનના માર્ગદર્શનથી પારંગત જૈનદર્શનમાં પ્રવેશ મેળવ્યો.
પારંગત વર્ષ-૨માં લઘુ શોધનિબંધ વિષે પસંદગી કરવાની હતી. લોગસ્સ સૂત્ર પર લઘુશોધ નિબંધ કરવાનું સૂચન માર્ગદર્શક શ્રી પૂર્ણિમાબહેનને કહ્યું. આ સંશોધન વિષય પરનું સાહિત્ય ઘણું જ અલ્પ અને અનુપલબ્ધ હોવાથી કાર્ય ધાર્યા કરતાં ઘણું જ કઠિન હતું પણ માર્ગદર્શકશ્રીના યોગ્ય દિશાસૂચન, હૂંફ, પ્રેરણા અને માર્ગદર્શનને લીધે ભગીરથ કાર્ય પૂર્ણ કરી શકી છું. આ સમયે તેમનો જેટલો પણ આભાર માનું તેટલો ઓછો છે. - તેમની સલાહથી ઈન્ડોલોજીમાં ડૉ.જીતેન્દ્રભાઈને મળી તેમણે ખૂબ જ શાંતિપૂર્વક વિષયની છણાવટ કરી માર્ગદર્શન આપ્યું.
મારા પતિ આદરણીય શ્રી અનિલકુમારનો અટૂટ સાથ મળ્યો. સર્વ પરિવારજનો કે જેઓ મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્યમાં મદદરૂપ થયા છે તે સર્વેનો હું અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
શ્રી કૈલાસસુરીસાગરજી જ્ઞાનમંદિર, પાલડીના હિરલભાઈનો ખૂબ જ આભાર માનું છું. સૌથી વધુ તો ધર્મપ્રેમી શ્રદ્ધેય આદરણીય શ્રી મોહિતભાઈ જેમના એક ફોન માત્રથી કોબાના શ્રી કૈલાસસૂરીસાગર જ્ઞાનમંદિરના સૌ કાર્યકર્તાઓ કે જેમણે મને બધા જ પુસ્તકો તુરંત આપ્યા તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, તારાબાઈ આર્યાજી સિદ્ધાંત શાળાના કાર્યકર્તા તથા પંડિતશ્રી રાજુભાઈ, નેમિનંદન શતાબ્દી ટ્રસ્ટ સંચાલિત સ્વાધ્યાય મંદિરના શ્રી મહેન્દ્રભાઈ,