________________
ગીતાર્થગંગા જ્ઞાનમંદિર, સર્વ સ્નેહીજનો જેમણે જેમણે પુસ્તકો એકત્રીકરણ માટે સહકાર આપ્યો છે. સર્વનો હું આભાર માનું છું. ગૂજરાત વિદ્યાપીઠના જૈનકેન્દ્રના શ્રી મુકેશભાઈના સહકાર બદલ તેમનો આભાર માનું છું.
આ કાર્યમાં જે નામી અનામી વ્યક્તિઓએ યોગદાન આપ્યું છે તે સૌની હું આજીવન ઋણી રહીશ.
અંતમાં આ લઘુ શોધનિબંધનું ટાઈપ કરવાનું કાર્ય શ્રી ભારતીબેન તથા શ્રી અરવિંદભાઈ લેઉવાએ કરી આપ્યું તે બદલ હું તેમનો આભાર માનું છું.
જૈન શ્રુત અનેક ઉત્તમ કૃતિઓથી ભરેલું છે તેમાંની એક કૃતિ તે “લોગસ્સ સૂત્ર' છે તેનો ઉપયોગ ઘણી ધાર્મિક ક્રિયાઓમાં થઈ રહેલો છે. આ એક મહાસૂત્ર છે. ઘણું ગંભીર છે તથા તીર્થકરવાદ, ભક્તિવાદ અને આધ્યાત્મવાદના મૂળ પાયા સમુ છે. એવો ખ્યાલ સ્પષ્ટ કરવા લોગસ્સ સૂત્ર અંગે ઊંડાણથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરેલ છે.
આ લેખન શ્રુતજ્ઞાનમાં અજાણતા શ્રતની આશાંતના થઈ હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા યાચું છું.
મનહરબાળા કાંતિલાલ શાહ