________________
જૈન શબ્દોનો અર્થ અને વ્યાખ્યા
જૈન' શબ્દ ‘જિન ઉપરથી ઉદ્ભવેલો છે. “ખિન” શબ્દ સંસ્કૃત ધાતુ “નિનય” ઉપરથી ઉતરી આવેલો છે. તેથી તેનો અર્થ વિજેતા એવો થાય છે. આમ જેઓ જિનેશ્વરોના અનુયાયીઓ છે તેમને ‘જૈન' કહેવાય છે. અને જૈનો જે ધર્મ આરાધના કરે છે તેને જૈનધર્મ કહેવાય છે.૨૩ ૧.૪ જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો
જગતમાં ધર્મો તો ઘણા છે. સૌ ધર્મો સત્ય પામવા માટે મથે છે. સુખનો માર્ગ દર્શાવે છે. સાધક વત્તે ઓછે અંશે તેને અનુસારે છે. અને આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા મંથન કરે છે. આમ જોઈએ તો દરેક ધર્મ પોતે પોતાની આધ્યાત્મિક ધારણા ઉપર ઉભો છે. આ ધારણા જેટલી વાસ્તવિક અને વૈજ્ઞાનિક તેટલે અંશે તે ધર્મ વધારે સાતત્યતાયુક્ત લાગે છે. અને બુદ્ધિને વધારે સ્વીકાર્ય બને છે. આજે જગતમાં જૈન ધર્મ પ્રતિ જે જિજ્ઞાસા જોવા મળે છે. કારણ કે ધર્મની મૂળભૂત ધારણાઓ વધારે વૈજ્ઞાનિક છે.૨૪
જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો નીચે પ્રમાણે છે.
૭ જૈન આચારમાં વ્રતો
૧.૪.૧ અહિંસા
અહિંસા એ જૈનધર્મ નો સૌથી પહેલો અગત્યનો સિદ્ધાંત છે. જૈનધર્મમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા માટે પાંચ મહાવ્રતો અને અણુવ્રતની પ્રરૂપણા તીર્થંકરોએ
કરી.
અહિંસા એટલે હિંસાનો અભાવ પાંચ વ્રતોમાં અહિંસા પહેલું વ્રત છે. અહિસા એટલે હિંસાનો અભાવ. બે કે તેથી વધુ ઈન્દ્રિયો ધરાવતા ત્રસ્ત અથવા જીવિત પ્રાણીની ઈરાદાપૂર્વક, બીજા મારફત કે અનુમતિ આપીને હિંસા કરવામાંથી જે અટકે છે તે અહિંસા મહાવ્રત નું પાલન કરે છે. જૈન ચિંતકોનું કહેવું છે કે અહિંસા પરમધર્મ છે.૨૫
દયાને સર્વ પ્રાણીઓની કલ્યાણમયી માતા સાગર સાગરમાં, દુઃખમાં
શ્રીસમંતભંદ્ર કહે છે અહિંસા જગતનાં
F
ભટકતા પ્રાણીઓનું અમૃત કરે છે. પ્રાણીઓ માટે પરબ્રહ્મ સમાન છે.૨૭