________________
આ અનંતદુઃખ અને વિટંબણાઓથી મુક્તિ મેળવવા માટે સંન્યાસ લીધો. કઠોર સાધના દ્વારા જ્ઞાનની પ્રાપ્ત કરી. અને તેઓ “બુદ્ધ થયા. તેમણે પહેલો ઉપદેશ સારનાથમાં તેમનો પાંચ શિષ્યોને આપ્યો. અને “ધર્મચક્ર પ્રવર્તન' કહેવાયું. ઈ.સ.પૂર્વે ૪૪૭માં તેઓ મહાપરિનિર્વાણ પામ્યા. ત્યાં સુધી તેમણે ધર્મનો ઉપદેશ આપ્યો. લોકોને દુઃખમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો.
ગૌતમબુદ્ધના ઉપદેશને ‘ચાર ઉત્તમ સત્ય' તરીકે ઓળખવામાં આવે છે. અને તે “આર્ય અષ્ટાગિ’ માર્ગ તરીકે ઓળખાય છે.
ગૌતમબુદ્ધ પોતાના ઉપદેશને તે સમયની લોકબોલી પાલી ભાષા માં આપતા હતા. તેમનો ધર્મમાર્ગ કઠોર અને આકરી તપથૈયાનો નહિ, પરંતુ કઠોર તપશ્વર્યા અને અત્યંત ભોગપભોગ જેવા અંતિમ છેડાની વચ્ચેનો મધ્યમ માર્ગ
હતો. જે સામાન્ય મનુષ્યને ધર્માભિમુખ કરાવી શક્યો.૯ ૨. જૈનધર્મ
ભારતનો ત્રીજો પ્રાચીન ધર્મ જૈનધર્મ છે. જૈન પરંપરા પ્રમાણે જૈનધર્મ કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિ વિશેષે સ્થાપેલો ધર્મ નથી. તે અનાદિ અનંતકાળથી અસ્તિત્વ ધરાવે છે.
જૈનધર્મના ઈશ્વરજ્ઞાનના ખ્યાલો સ્પષ્ટ અને બુદ્ધિ યુક્ત છે. પૂર્ણ આનંદ કે જ્ઞાન વગેરે મૂળ ધર્મો જેમણે કહ્યા છે. એવા મુક્ત આત્માને જૈનધર્મ ઈશ્વરજિનેશ્વર તીર્થકર ભગવંતોને માને છે. ”
જૈન ધર્માનુસાર જીવમાત્રનું અસ્તિત્વ અનાદિ છે પણ આ ભવભ્રમણમાંથી તે મુક્ત થઈ શકે છે અને અનંત ઐશ્વર્યની સ્થિતિ પામી શકે છે માટે જૈનધર્મમાં જીવના પરમ વિકાસની સીમાને પરમાત્માદશા ગણી છે. અને તેની પ્રાપ્તિને ધર્મનું પરમ લક્ષ્ય ગયું છે તે ટૂંકમાં જૈનધર્મનું લક્ષ્ય ઈશ્વરપ્રાપ્તિનું નહીં પણ ઈશ્વર બનવાનું છે."
આમ કહી શકાય કે “જૈનધર્મ જિનોનો અથવા તિર્થંકરોએ દર્શાવેલી જીવન પદ્ધતિ છે. આ ધર્મ પોતાના અનુયાયીઓને (સાધારણ જીવમાત્રને) કર્મનો ક્ષયકરી પરમસુખની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે. સમ્યફ જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યફ ચરિત્ર આ રત્નત્રય મુક્તિ અથવા મોક્ષમાર્ગ છે.૨૨