________________
૧.૩.૧ શ્રમણ પરંપરા
શ્રમણ પરંપરા માનવીના વ્યક્તિગત સ્વાર્થથી ભિન્નગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રમણ પરંપરા સામ્ય- સમાનતા પર પ્રતિષ્ઠિત છે."
પ્રાકૃત શબ્દ “સમ' પરથી “સમ’ પરંપરા કહેવાય છે. પ્રાકૃતમાં “સમ્” શબ્દ એટલે સંસ્કૃત ભાષામાં શ્રમ, શમ્ અને સમ્ ના સમાન અર્થમાં વપરાય છે.જેના ત્રણ પર્યાય વાચી શબ્દો બને છે. (૧) શ્રમણ (૨) સમન (૩) શમન. શ્રમણ - શ્રમણનો અર્થ પરિશ્રમ થાય છે. સમન્ - સમાનતા અથવા સમાનપણું થાય છે. શમન - “શમન'નો અર્થ સંયમ અથવા આત્મ સંયમ થાય છે."
આ પ્રમાણે શ્રમણ સંસ્કૃતિના મૂળમાં શ્રમ-સમ્- શમ્ એ ત્રિવિધ તત્ત્વોનો સમાવેશ થાય છે.
શ્રમણ ધર્મ પુરુષાર્થ, આત્મસંયમ (જીવોની બધા જીવો પોતાના આત્મા સમાન છે. મન અને ચિત્તની સમતા અને સ્થિરતા) ના સિદ્ધાંતો ઉપર આધારિત
છે .
શ્રમણ પરંપરામાં આત્મા એટલે કે વ્યક્તિને જ પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ માન્યતા અનુસાર ઈશ્વર' અલગ અસ્તિત્વ ધરાવતો નથી. તે માનવીની અંદર જ છે. આથી આ માન્યતાનુસાર તપશ્ચર્યા. અને ઉચ્ચસાધના દ્વારા પરમેશ્વરત્વ પામી શકાય છે.
શ્રમણ પરંપરામાં ઘણા સંપ્રદાયો હતા. ‘આજિવક “તાપસ', “ગરિક, શાકય અને નિર્ગાથ. પરંતુ તેમાંથી મુખ્યત્વે બે ધર્મો પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા છે. (૧) બૌદ્ધ ધર્મ (૨) જૈન ધર્મ ૧. બૌદ્ધધર્મ
બૌદ્ધધર્મનાં સંસ્થાપક સિદ્ધાર્થ ગૌતમ ભગવાન મહાવીરના સમકાલીન હતાં. તેઓ ઈ.પૂ.૫૬૭ થી ઈ.સ.પૂર્વે ૪૭૭ દરમ્યાન થઈ ગયા. તેઓએ સંસારમાં એવા ચાર દશ્ય જોયા જેનાથી તેમને જીવનની શુન્યતાનું ભાન થયું. તેઓ એ