________________
પ્રાચીન ભારતની મુખ્યત્વે બે પરંપરા રહી છે. ૧. વૈદિક અથવા બ્રાહ્મણ પરંપરા ૨. અવૈદિક અથવા શ્રમણ પરંપરા
પ્રાચીન ભારતીય પરંપરા
વૈિદિક પરંપરા
શ્રમણ પરંપરા
(વેદોને માન્ય રાખનાર)
(વેદને ન સ્વીકારનાર)
હિન્દુ ધર્મ
બુદ્ધ ધર્મ
જૈન ધર્મ૩
૧.૩ વૈદિક પરંપરા
જે મનુષ્યનો ધર્મ અને દર્શન મુખ્યત્વે વેદો પર આધારિત છે. તેમનો ધર્મ જીવનના બાહ્ય કર્મકાંડો પર આધારિત છે. તેઓ ઈશ્વરનું અસ્તિત્વ અને ઈશ્વર જ આ સૃષ્ટિના સર્જનહાર સંચાલક માને છે. તેવી માન્યતા ધરાવે છે. આમ વેદો પર આધારિત બ્રાહ્મણ પરંપરાના લોકો હિંદુ કહેવાયા.
હિન્દુ ધર્મની વ્યાખ્યામાં કોઈ એક વર્ણ કે જાતિ નથી. તેની બૃહદ વ્યાખ્યામાં હિન્દુ સમાજ ચાર વર્ણ અને ચાર આશ્રમ થી સંકળાયેલો છે.
ચાર વર્ણ : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રા ચાર આશ્રમ : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ હિન્દુધર્મ જીવનના ચાર ધ્યેય સ્વીકારે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ
આમાના ત્રણ ધર્મ અર્થ અને કામને પુરુષાર્થ કહ્યા છે. અને ઉપનિષદમાં ચોથા મોક્ષને ઉમેરવામાં આવ્યો છે.
મોક્ષ મેળવવાના ચાર માર્ગ બતાવેલા છે. જ્ઞાન, કર્મ, ભક્તિ, યોગ જ