________________
નથી. પણ અનંત પુરુષોએ દર્શાવેલ સુખ અને કલ્યાણના સાચા માર્ગનું સંપૂર્ણ દર્શન છે.
પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી “દર્શન’ શબ્દનો અર્થ સોપાનો આપે છે. દર્શન, શ્રવણ, મનન અને ધ્યાનમાં દર્શન શબ્દના અર્થ “શ્રદ્ધા” થાય છે.”
‘દર્શન' એટલે વિવિધ પ્રકારનું જ્ઞાન-જોવું-સમજવું એટલે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની એક પદ્ધતિ. સત્યને જોવું, સમજવું કે અભ્યાસ કરવાનો પુરુષાર્થ. આ શક્ય બને છે અનુભવ દ્વારા કે આત્માનુભૂતિ દ્વારા.
દર્શન શાસ્ત્ર મનુષ્યને પોતાનું સ્વરૂપ વિચારવા અને તેને સમજવા, અનુભવવા પ્રેરે છે. આ પ્રેરણા જ મનુષ્યના વિશ્વ સાથેના તેમજ ઈતર પ્રાણી જગત સાથેના તેના સંબંધો વિષે વિચારવામાં મદદરૂપ થાય છે. અને મનુષ્યના જન્મની દુર્બલતા સમજાવે છે. પરિણામે માનવને જીવનલક્ષી અને સર્વલક્ષી થવાની દિશા મળે છે. તેનામાં અભેદ, એકત્વની ભાવના વિકસે છે. આત્મા મટી પરમાત્મા બનવા માટે ઉર્ધ્વગામી દષ્ટિકોણ મેળવે છે. ત્યારે તે સતનું સાચું સ્વરૂપ ઓળખે છે. આજ દર્શનશાસ્ત્રનું પ્રધાન કાર્ય છે અને જગતના વિવિધ ધર્મોના ઉપદ્ભવનું મૂળ છે. ૧.૨ ભારતીય પરંપરામાં જૈનધર્મ
પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિની કેટલીક અગત્યની લાક્ષણિકતા સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચે છે. તે તેની જીવંતતા અને મૌલિકતા, ગૂઢતા અને ગહનતા, સરળતા અને રહસ્યમયતા માટે સુવિખ્યાત છે. ભારતીય સંસ્કૃતિ જ્ઞાન અને દર્શનના અનેક સ્રોતો અખ્ખલિતપણે વહાવે છે. નવા નવા પાણી લે છે. પોતાના પાણી દૂર-સુદૂર પર્યત પ્રસરાવે છે. સદાય પોતાની તાજગી પ્રગતિ જાળવી રાખે છે. અનેક પ્રકારની વિચારસરણી, પરંપરા, ધર્મ તથા પંથને ભારતીય સંસ્કૃતિની ગોદમાં ફૂલવા ફાલવા મળ્યું છે. “અનેકતામાં એકતા અને એકતામાં અનેકતા” ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે. વટવૃક્ષ સમી ભારતીય સંસ્કૃતિ એક વિરાટ પ્રયોગ પરંપરા તરીકે ઓળખાવી શકાય.
- ભારતીય સંસ્કૃતિના અનેકવિધ રૂપોમાં બે પરંપરા એ સંસ્કૃતિના ઈતિહાસ ઉપર ઉંડી છાપ પાડી છે.