________________
પ્રાણી છે. તેથી તેના સુખ અને દુઃખની સમસ્યાઓનો ઉકેલ સમાજના અથવા વધુ વિશાળ દષ્ટિએ જોતા જગતના સંદર્ભમાં હોવા ઘટે. મનુષ્યને એક આત્મા છે. અને એક દેહ છે. સુખ કે દુઃખ આનંદ કે આપત્તિની કોઈપણ અનુભૂતિમાં આત્મા અથવા દેહ અથવા તે બંનેની સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત વિશ્વ પણ છે. મનુષ્ય અને વિશ્વનો સંબંધ વિજ્ઞાન અને ધર્મ બંનેનો વિષય છે. અને બંનેનું એક સાધારણ લક્ષ્ય છે.- સત્યની શોધ.*
“સત” છે ? “સંત” નું સાચું સ્વરૂપ શું છે ? વિશ્વનું સાચું સ્વરૂપ શું છે ? આત્માનું સાચું સ્વરૂપ શું છે ? માનવીનું સાચું સ્વરૂપ શું છે. માનવજીવનનું કોઈ ધ્યેય-લક્ષ- પ્રયોજન છે ખરું ? આ સૃષ્ટિનો કોઈ સર્જક છે, ખરો ? છે તો કોણ ? સતુ -વિશ્વ અને આત્માના પ્રકાશમાં માનવી એ કેવી રીતે જીવવું જોઈએ ? તત્વજ્ઞાન, તત્ત્વચિંતન-ફિલસૂફી માનવજીવનમાં ઉદ્ભવતા આ અને આવા અનેક પ્રશ્નો સંબંધિત છે. આ બધાનો જવાબ મળે છેપ્રાચીન ભારતીય દર્શનનોમાંથી. જૈનદર્શન ભારતીય દર્શનમાંનું એક દર્શન છે. જેમાં તત્ત્વજ્ઞાનનું
ધ્યેય, સત્યનું જ્ઞાન છે. જેને ભારતીય સંસ્કૃતિમાં સત્ય દર્શન કહેવામાં આવે છે." ૧.૧ જૈનધર્મ અને દર્શન
ધર્મ એટલે શું ?
ધર્મના અનેકવિધ અર્થ છે અને અનેક વ્યાખ્યા છે. પરંતુ ધર્મની સરળ વ્યાખ્યા આ પ્રમાણે છે. “જીવનને ઉન્નત અને ઉજજવળ બનાવે, આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવે તેવી આચારસંહિતા અને વિચારધારાનું એક નામ એટલે ધર્મ”.*
શ્રમણ ભગવંત મહાવીરે ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે શબ્દોમાં આપી
“ત્યુ સહી ઘો” અર્થાત વસ્તુનો સ્વભાવ એ જ ધર્મ છે.”
“દુર્ગતિથી પડતા આત્માને જે ધારી રાખે તે ધર્મ”૮ • જૈન દર્શન
તીર્થકરોએ “પોતાના દિવ્યજ્ઞાનથી જોયેલો અને જગતને બતાવેલો, સર્વ જગતના કલ્યાણ અને સાચા સુખનો જે સંપૂર્ણ માર્ગ તેનું નામ જૈનદર્શન”.
જૈન દર્શન એ કોઈ વ્યક્તિ એ જ સ્થાપેલો કે ચલાવેલો સંપ્રદાય વિશેષ