________________
પ્રકરણ-૧ જૈન ધર્મ અને તેની પરંપરા
મનુષ્ય અને વિશ્વ, મનુષ્ય અને તેનું કર્તવ્ય, જીવનધ્યેય અને ધ્યેય પ્રાપ્તિનો માર્ગ- આ બધાને લગતા પ્રશ્નોના ઉત્તર આપવા દરેક ધર્મ એ પ્રયાસ કર્યો છે. ઉપદેશ અને ઉદાહરણો દ્વારા આ પ્રશ્નોના ઉત્તર વખતોવખત ઘણા સંતો અને ઋષિઓએ આપ્યા છે. તેણે જે કાંઈ કહ્યું કે કર્યું તેની તવારીખ રચાઈ ગઈ અને તે તેમના ધર્મોના પંથ બની ગયા. એક જ મુદા પર તેમની માન્યતાઓ ભિન્ન ભિન્ન હતી. અને આ મુદો હતો ઈશ્વરનું અસ્તિત્વ તેના ગુણ અને તેના કાર્યો.'
અનાદિ અનંત સંસારમાં કર્મ-પરવશ આત્મા ચાર ગતિઓમાં, પાંચ જાતિરૂપે, અનંતકાળથી પરિભ્રમણ કરતો આવ્યો છે. સુખાભાસરૂપ સુખોમાં આનંદ, હર્ષ કે ઉન્માદને આધીન બનતો તથા પાપોદયજનિત, સાંસારિક દુઃખોમાં શોક, આજંદ અને દૈત્યને ધારણ કરતાં સંસારી આત્મા અનંત ભૂતકાળમાં ક્યારે કોઈ રીતે ઠરીઠામ બનીને રહ્યો નથી. જન્મ, જરા, મરણ અને તેના કારણરૂપ કર્મ, કષાય અને કલેશની પરંપરાને વૃદ્ધિ પમાડતો આ જીવાત્મા પોતાના સાચા સ્વરૂપને ખોઈ બેઠો છે. માટે જ તેના માથે સંસાર પરિભ્રમણ નિરવિધ ચાલુ રહ્યું છે. સંસારીજીવને પૌદગલિક ઈષ્ટ સંયોગ જન્મ કે અનિષ્ટ વિયોગ જન્ય સુખ ગમે છે. તે આવે ત્યારે જાણે જીવનમાં આ સુખને જોયું અનુભવ્યું ન હોય તેમ, સુધાતુર અન્નને જોઈને ભાન ભૂલો બને તે રીતે ભાન-સાન ખોઈ બેસે છે. પણ તેને ઈષ્ટ વિયોગજન્ય કે અનિષ્ટ સંયોગજન્ય દુઃખ નથી ગમતું તે ચોક્કસ છે આવા દુઃખોથી તે ભાગતો ફરે છે. અતિરોષ, અતિશય દ્વેષ આવા દુઃખો પ્રત્યે તેના સ્વભાવમાં વણાઈ ગયા છે.
આ શરીરની અવસ્થા કે જે જરા કહેવાય છે તે સંસારમાં કોને ગમે ?
આ બધામાંથી મુક્તિ મેળવવા શું કરવું ? શાંતિ પ્રાપ્ત કરવાનું સાધન કયું ? કર્મ શું ? સંસારમાં સુખ અને દુઃખ શાથી ઉત્પન્ન થાય છે ? આવા અનેક પ્રશ્નો ઉઠે છે. મનુષ્ય ચિંતનનો ઈતિહાસ દર્શાવે છે કે મનુષ્ય સત્ય અને સુખ શોધતો રહ્યો છે. દુઃખ અને વિંટબણાઓથી તત બચવા માગે છે. મનુષ્ય સામાજિક