________________
જૈનધર્મમાં માંસાહારનો નિષેધ કરવામા આવ્યો છે. દિવસ કરતાં રાત્રે સ્થૂલ તથા વિશેષતઃ સૂક્ષ્મ જીવોની હિંસાની વધારે શક્યતા હોવાથી જૈનધર્મમાં રાત્રિભોજનનો પણ નિષેધ કરવામાં આવ્યો છે.૨૮
૧.૪.૨ સત્ય
સત્યનું સ્વરૂપ સમજી શકાય તેવું છે. શ્રીઉમાસ્વામી કહે છે પ્રસંશનીય નથી તેને બોલવું તે અસત્ય ૨૯
સત્ય હંમેશા વિજયી નીવડે છે. તેથી સત્યના આદર્શને વળગીને રહેવું
જોઈએ.૩૦
સત્યના આધારે જ જગત ટકી રહ્યું છે. વ્યવહાર અને ધર્મના પાયામાં સત્ય રહેલું છે. માટે સત્યવચન બોલવું જોઈએ.” સત્યએ સાધુનું બીજુ મહાવ્રત અને શ્રાવકનું બીજુ અણુવ્રત છે.
૧.૪.૩ અચૌર્ય
શ્રી ઉમાસ્વામી ચોરીની વ્યાખ્યા એ પ્રમાણે આપે છે. “જે આપવામાં નથી આવ્યું તેને લેવું તે ચોરી છે. ન આપેલી વસ્તુ લેવી તે ચોરી કર્યા બરાબર છે.૩૨ ૨૩૨ અચૌર્યનો અર્થ અસ્તેય, ચોરી ન કરવી.૩૩
૧.૪.૪ બ્રહ્મચર્ય
અબ્રહ્મચર્ય એટલે દરેક પ્રકારનો જાતિય સંબંધ હિંસાત્મક છે. આત્મોન્નતિમાં બાધક છે. આ વ્રત પાળવું કઠિન છે. ઈન્દ્રિયોના સુખભોગની લાલસામાંથી ઘણા અનર્થોજન્મે છે. અને અશુભ કર્મો બંધાય છે.૩૪
બ્રહ્મચર્ય શારીરિક આરોગ્યમાં તેમજ આધ્યાત્મિક સાધનામાં ઉપકારક છે.
૧.૪.૫ અપરિગ્રહ
શ્રી અમૃતચન્દ્ર સૂરિ પરિગ્રહની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે. “પરિગ્રહ એટલે આસક્તિ તે મોહ અથવા મોહનીય કર્મના પરિણામે ઉત્પન્ન થાય છે. પરિગ્રહની બધી ભાવનાનો ત્યાગ તે અપરિગ્રહ. પરિગ્રહ અથવા સંપત્તિ પ્રત્યેની આસક્તિ બે પ્રકારની છે.” બાહ્ય પરિગ્રહ અને અત્યંતર પરિગ્રહ.૩૫
આ વ્રતનો ઉદેશ એ છે કે પ્રત્યેક ગૃહસ્થે માલિકીની વસ્તુઓ (સજીવ અને નિર્જીવ) ના સ્વરૂપ તેમજ વિસ્તાર અંગે અંકુશો રાખવા જોઈએ. જેથી લોભ
G