________________
(૧૨) ફલાફલવિષયક પ્રશ્નપત્ર શ્રીમાનું જિનવિજયજી સંપાદિત “જૈન સાહિત્ય સંશોધક” નામના સૈમાસિક (ખંડ ૩જો અંક રજો પૃ.૧૬૨ થી ૧૬૫)માં આ ફિલાફલવિષયકપ્રશ્નપત્ર' નામની કૃતિ વિ.સં.૧૯૮૩માં છપાયેલ છે. તે સિવાય આ કૃતિ પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાં પણ જોવા મળે છે.
જૈન સાહિત્ય સંશોધકના સંપાદકને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી વાચકની સ્વહસ્તલિખિત પ્રતિ પ્રાપ્ત થયેલી હોવાથી તેનો ફોટો ઉપર્યુક્ત અંકમાં મુદ્રિત કરેલ છે, તેથી તેની મહત્તા અનેકગણી વધી ગઈ છે.
આની રચના છ ગૃહવાળાં ચક્રો દ્વારા કરવામાં આવી છે દરેક ચક્રના ગર્ભમાં “3% ૬ શ્રી પ્રદૈ નમ:' એ મંત્ર આલેખવામાં આવ્યો છે, અને ગ્રહોમાં છ તીર્થંકર દરેક ચક્રમાં છ તીર્થકર ભગવંતના નામો આલેખવાથી એકંદર ચાર ચક્રોમાં ચોવીસ ય તીર્થકર ભગવાનોનાં નામો સમાવિષ્ટ થાય છે.
દરેક તીર્થંકરભગવંતના નામવાળા ગૃહમાં એક એક પૃચ્છા આલેખવામાં આવી છે, તેથી એકંદર ચોવીસ પૃચ્છા એટલે પ્રશ્નો આલેખાયા છે.
ફલાફલવિષયક વિભાગમાં દરેક ભગવંતના નામ પર છ છા ફલાફલવિષયક ઉત્તરો રજૂ કરાયા છે, તેથી ચોવીસ પ્રશ્નના એકસો ચુંવાલીસ ફલાફલવિષયક ઉત્તરો પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે આ ફલાફલવિષયક પ્રશ્નપત્રની રચના છે.
પ્રસ્તુત કૃતિ ચતુર્વિશતિ જિનના નામપૂર્વક હોવાથી આ ગ્રંથમાં તે સમાવિષ્ટ કરાઈ છે.
આ ચક્રો દ્વારા પ્રશ્નોના ફલાફલવિષયક ઉત્તરો કેવી રીતે પ્રાપ્ત કરવા તે જાણવા માટે શ્રીઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં જ અવતરણ આપવું યોગ્ય થશેઃ
'ॐ ही श्री अहं नमः एणिं मंत्रई वार २१ स्थापना खडी अथवा पूगीफल अभिमंत्री मुंकइ । जेह बोलनी पृच्छा करई तेह थुक जिहां थापना मुंकइ तेहना तीर्थकरनी फाटिं मूंकइ । तेहनी ते ओली गणवी । पंडित श्रीनयविजयगणिशिष्य જિનવિનય નિશ્ચિત દા.
સમજૂતી- ૐ હૌં છે મટૈ નમ:' એ મંત્રથી ખડી (ચાક) અથવા પૂગીફળ