________________
અબાધિત ગુરુના મુખમાંથી નીકળેલ તેમના સંતોષ તથા કૃપાથી મળેલ.
સંસાર સમુદ્રની અંદર નૌકા-સમાન, મિથ્યાત્વના દોષથી નહિ હણાયેલ વિશિષ્ટ બુદ્ધિવાળા ગણધરભગવંતોએ રચેલ, સાત ગાથાના પરિમાણવાળા શ્રીલોગસ્સસૂત્રના ચાર પદ અને બત્રીસ અક્ષર પ્રમાણવાળી
પ્રથમ ગાથાનું અધ્યયન ત્રણ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ. એટલે કે મોટા વિસ્તારથી અત્યંત સ્કૂટ, નિપુણ અને શંકારહિતપણે સૂત્ર તેમજ અર્થોને અનેક પ્રકારે સાંભળીને અવધારણ કરવું.
ત્યારબાદ બીજી, ત્રીજી, અને ચોથી ગાથાનું અધ્યયન છ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ.
તે જ પ્રમાણે પાંચમી, છઠ્ઠી તથા સાતમી ગાથાનું અધ્યયન સાડા છ ઉપવાસ જેટલો તપ કરવા દ્વારા કરવું જોઈએ.
આ રીતે વિધિપૂર્વક લોગસ્સ સૂત્રરૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા પ્રાપ્ત કરવાનો નિર્દેશ કરતો પાઠ “રિમદાનસીદસુત માં નીચે પ્રમાણે થાય છે.
चउवीसत्ययं एगेणं छठेणं, एगेणं चउत्थेणं पणवीसाहि आयंबिलहिं- सिरिमहानिसीहसूत्र ।
જે કોઈ આ રીતે અન્ય સર્વ કહેલી વિધિઓનું અતિક્રમણ કર્યા વિના ઉપધાન તપને કરે તે પ્રિયધર્મી, દઢધર્મી, એકાંત ભક્તિયુક્ત, સૂત્ર, અને અર્થની અંદર અનુરાગી મનવાળો, શ્રદ્ધા તથા સંવેગથી યુક્ત બનેલો, ભવરૂપી કારાવાસમાં કે ગર્ભવાસની અનેકવિધ પીડાઓને વારંવાર પામતો નથી.” જપમાલિકા
લોગસ્સ સૂત્રના ઉપધાન દરમ્યાન દરરોજ સંપૂર્ણ લોગસ્સ સૂત્રનો જાપ, માળાના ત્રણ આવર્તન દ્વારા કરવાનો હોય છે. તેથી દરરોજ કરજ વાર લોગસ્સ સૂત્રનું સ્મરણ થાય છે. અને ઉપધાનના ૨૮ દિવસમાં એકંદર ૯૦૭૨ વાર સ્મરણ થાય છે.11