________________
(૧૧) ઉપધાન કરવાની રીત
કોઈપણ સૂત્રનું અધ્યયન કરતાં પૂર્વે તે સૂત્રનું અધ્યયન કરવાની ગુરુ મહારાજ પાસે અનુજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ. લોગસ્સસૂત્રરૂપ શ્રુતજ્ઞાનના અધ્યયનની અનુજ્ઞા માટે વિનયોવિધાનની વિધિ.
“હે ગૌતમ- એકાન્તિક, આત્યન્તિક, પરમશાશ્વત, ધ્રુવ, નિરંતર એવા સર્વોત્તમ સુખના આકાંક્ષીએ સૌથી પ્રથમ આદરપૂર્વક સામાયિકથી માંડીને લોકબિંદુ (ચૌદ પૂર્વ) સુધીના બાર અંગ પ્રમાણના શ્રુતજ્ઞાનનું કાલ લક્ષ્યમાં રાખીને તથા અત્યંબિલ વગેરે વિધિપૂર્વક ઉપધાનથી હિંસા વગેરેનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરીને સ્વર-વ્યંજન- માત્રા-બિંદુ-પદ તથા અક્ષર જરાપણ ન્યૂન ન આવે એવી રીતે, પદરછેદ, ઘોષબદ્ધતા, પૂર્વાનુપૂર્વી, પશ્વાસુપૂર્વી તથા અનાનુપૂર્વીથી ખૂબ વિશુદ્ધ રીતે તેમજ ભૂલ્યા વિના એકાગ્રતાપૂર્વક જ્ઞાન મેળવવું જોઈએ.”
ઉપરના વાક્યો દ્વારા ચરમતીર્થપતિ શ્રીમહાવીરભગવંત શ્રી મહાનિસીહસુત્તમાં શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધમાં સૂત્ર અંગે જે નિર્દેશ કરે છે. તે લોગસ્સ સૂત્રના વિનય ઉપધાન માટે પણ તેટલો જ લાગુ પડે છે.
તેની વિધિ દર્શાવતા પરમોપકારી તીર્થકર જણાવે છે કે :
“સુપ્રશસ્ત અને સુંદર તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન અને ચન્દ્રબલ હોય ત્યારે, જાતિ વગેરે આઠ મદ તથા આશંકાઓથી રહિત બનીને, ભક્તિ અને બહુમાનપૂર્વક નિયાણા (આલોક અને પરલોકના સુખની માગણી) વિના ત્રણ ઉપવાસ પ્રમાણ તપ કરીને જિન ચૈત્યમાં, જંતુરહિત પ્રદેશમાં, ભક્તિથી સભર બનીને, નતમસ્તકે વિકસિત વદનકમળ, પ્રશાંત સૌમ્ય અને સ્થિર દષ્ટિ, પ્રફુલ્લિત રોમ રોજ નવા નવા સંવેગથી ઉછળતા, અત્યંત, નિરંતર અને અચિન્ય એવા શુભ પરિણામ વિવેષથી ઉલ્લસિત આત્મવીર્ય અને પ્રતિસમય વૃદ્ધિ પામતા પ્રમોદથી વિશુદ્ધ, નિર્મળ, સ્થિર અંત:કરણવાળા બનીને
જમીન ઉપર બે ઢીંચણ, બે કરકમલ તથા મસ્તક સ્થાપીને અંજલિ પૂટ રચીને
ધર્મતીર્થકરોની બિંબ પર દષ્ટિ તથા મનને સ્થિર કરીને દઢ ચારિત્ર્ય વગેરે નાં ગુણ સંપદાથી સહિત,