________________
જો રોગનિવારણ કે ભય નિવારણની ઈચ્છાથી આ યંત્રપૂજન થતું હોય તો મોગરા કે જાઈના પુષ્પો ચડાવવા.
સૌભાગ્ય કે આકર્ષણના ઈચ્છાથી આ યંત્રપૂજન થતું હોય તો જાસુદ (રતનજયોત) કે લાલ ગુલાબના પુષ્પ ચડાવવા.
લક્ષ્મીપ્રાપ્તિની ઈચ્છાથી આ યંત્રપૂજન થતું હોય તો તેને પીળા ચંપકપુષ્પ ચડાવવા. તેની આગળ ફલ-નૈવેદ્ય પણ ઈચ્છા મુજબ મુકી શકાય પછી યંત્રને લગતું સ્તોત્ર બોલવું કે જે ઉપર આપવામાં આવ્યું છે.
ત્યાર પછી ત્રણ લોગસ્સનો પાઠ કરવો અને ચોવીસ તીર્થંકરના સામાન્ મંત્રની એક પૂરી માળા ગણવી.
ધ્યાન કરવાની વિધિ
તે પછી આ યંત્રનું હૃદયમાં ધ્યાન ધરવું. તેમાં જે જે અંક લખાયેલા છે. તે સ્મૃતિથી અનુક્રમે ઉપસ્થિત કરવા અને તેમાં તે તે તીર્થંકરનું ધ્યાન, મુદ્રા, વર્ણ, લાંછન સાથે ધરવું, દા.ત. યંત્રમાં સહુ પહેલા નમિનાથ છે. તો તેમને ધ્યાન મુદ્રાએ બેઠેલા ચિંતવવા. જો દરેક તીર્થંકરના વર્ણ અને લાંછન યાદ હશે તો જ આ રીતે ધ્યાન ધરી શકાશે, દરેક તીર્થંકરના વર્ણ તથા લાંછન આગળ આપેલ છે.૧૦