________________
(સોપારી) વાર ૨૧ મંત્રત કરવી અને પછી ઉપર્યુક્ત ચાર ચક્ર પૈકી જે ચક્રમાં આપણી પૃચ્છ એટલે પ્રશ્ન લખેલ હોય તે ચક્રના કોઈ પણ ગૃહમાં તે પૂગીફળને સહજ ભાવે મૂકવું. આપણી પૃચ્છા જે ગૃહમાં લખેલ હોય તે ગૃહની સંખ્યા પહેલી સમજીને પૂગીફળ જ્યાં મૂકેલ હોય તે ત્યાંથી કેટલામું ગૃહ છે તે યાદ રાખવું અને પૂગીફળવાળા ગૃહમાં ફલાફલવિષયક પ્રશ્નપત્રમાં જે ભગવાનનું નામ હોય તે ભગવાનો વર્ગ (ફાંટિ) શોધી તેમાં યાદ રાખેલી સંખ્યાની પંકિતમાં (ઓલીમાં) જે ઉત્તર દર્શાવ્યો હોય, તે જ પૃચ્છાનો ઉત્તર સમજવો. વિશેષ સમજૂતી માટે એક દૃષ્ટાંત લઈએ.
એક વ્યક્તિને મેઘવૃષ્ટિ અંગે પૃચ્છા કરવી છે તે સર્વ પ્રથમ એ વિચારવું જોઈએ કે તે પૃચ્છા ચાર ચક્રો પૈકી ક્યા ચક્રમાં છે ? ઉપર્યુક્ત પૃચ્છા પ્રથમ ચક્રમાં છે, એટલે પૃચ્છા કે ‘ૐ હૈં શ્રી ૐૐ નમ:' એ મંત્રથી ૨૧ વાર પૂગીફળ મંત્રિત કરી પ્રથમ ચક્રના કોઈપણ ગૃહમાં સહજ ભાવે તે મૂકવું. હવે જો પાંચમા ગૃહમાં કે જ્યાં સુમતિનાથ લખેલ છે ત્યાં તે મૂક્યું હોય તો મેપવૃષ્ટિ પૃચ્છા જેમાં લખેલ છે તે ગૃહથી પુગીફળવાળું ગૃહ ચોથું થાય છે તો ફલાફલવિષયક વિભાગમાં સુમતિનાથના વર્ગમાં ચોથી પંકિત (ઓલી) તપાસવી. પ્રપુરા મેઘવૃષ્ટિવિતિ તેમાં લખ્યું છે એટલે પુષ્કળ વરસાદ થશે તેવો પ્રશ્નનો ઉત્તર મળ્યો તેમ સમજવું. આ પ્રમાણે ચોવીસેય પ્રશ્નો વિષે ઉત્તરો સમજી લેવા. ફાર્ટિ=વર્ગ. ઓલી =પંકિત.
ફલાફલવિષયક પ્રશ્નપત્ર જોવાનું યંત્ર પરિશિષ્ટ-૧ માં આપેલ છે.
"શ્રી ગત્ત્વિનાથ |શા
१. शीघ्रं सफला कार्यसिद्धिर्भविष्यति ।
२. अस्मिन् व्यवहारे मध्यमं फलं दृश्यते ।
३. ग्रामान्तरे फलं नास्ति कष्टमस्ति ।
४. भव्यं स्थानसौख्यं भविष्यति ।
५. मध्यमं देशसौख्यं भविष्यति ।
૬. અલ્પા મેધવૃષ્ટિ : સંમાતે ।