________________
(૩) સ્થાનકવાસી મુનિ ધર્મસિંહકૃત લોગસ્સ સૂત્રનો પાઠ
શ્રીનેમિશ્વર સંભવ શામ, સુવિધિ ધૂમ શાન્તિ અભિરામ, અનન્ત સુવ્રત નમિનાથ સુજાણ, શ્રીજિનવર મુજ કરો કલ્યાણ ॥૧॥ અજિતનાથ ચંદ્રપ્રભ ધીર, આદીશ્વર સુપાર્શ્વ ગંભીર; વિમલનાથ વિમલ જગજાણ, શ્રી જિનવર મુજ કરો કલ્યાણ ॥૨॥ મલ્લિનાથ જિન મંગળરૂપ, પચવીસ ધનુષ્ય સુંદર સ્વરૂપ; શ્રી અરનાથ નમું વર્ધમાન, શ્રીજિનવર મુજ કરો કલ્યાણ, શા સુમતિ પદ્મપભ અવતંસપ વાસુપૂજ્ય શીતળ શ્રેયાંસ,
કુંથું પાર્શ્વ અભિનંદન ભાણ, શ્રીજિનવર મુજ કરો કલ્યાણ ॥૪॥ એણી પેરે જિનવરજી સંભારીયે, દુઃખ દારિદ્રય વિઘ્ન નિવારીએ. પચીસે પાંસઠ પરમાણ, શ્રી જિનવર મુજ કરો કલ્યાણ ॥૫॥ અમે ભણતાં દુઃખ નાવે કદા, નિજ પાસે જો રાખો સદા; ધરીએ પંચતણું, મન ધ્યાન, શ્રી જિનવર મુજ કરો કલ્યાણ દા શ્રી જિનવર નામે વંછિત મળે, મનવંછિત સહુ આશા ફળે; શ્રી ધર્મસિંહ મુનિ નામ નિધાન, શ્રી જિનવર મુજ કરો કલ્યાણ III†