SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) લોગસ્સ સૂત્રની ગુજરાતી છાયા લોકઉદ્યોત કરનારાઓને, ધર્મતીર્થકરોને, જિનોને; અરિહંતોને સ્તવીરા, ચોવીશને, તથા બીજા પણ કેવલીઓને. ૧ ઋષભ અજિતને અને વંદુ છું, સંભવ અભિનંદન તથા સુમતિને વળી; પદ્મ પ્રભુ, સુપાશ્વ જિનને તથા ચંદ્રપ્રભને વંદુ છું. ૨ સુવિધિને તથા પુષ્પદંતને, શીતલ શ્રેયાંસ વાસુપૂજ્યને; વિમલ અનંત તથા જિનને, ધર્મને તથા શાંતિને વંદુ છું. ૩ કુંથુને અરને તથા મલ્લિને વંદુ છું, મુનિસુવ્રતને તથા નમિજિનને; વંદુ છું અરષ્ટનેમિને, પાશ્વને તથા વર્ધમાનને વળી.૪ એવી રીતે અભિસ્તવેલા, વિદ્યુત-રજો-મલ, પ્રક્ષણ જરા-મરણ; ચોવીસે પણ જિનવરો, તીર્થકર મુજ પર પ્રસન્ન થાઓ.૫ સ્તવ્યા, વંદ્યા, પૂજયા, જે (છે) લોકોત્તમ, સિદ્ધો; આરોગ્ય બોધિલાભને, સમાધિવર ઉત્તમ આપો.૬ ચંદ્રોથી વધારે નિર્મળ, આદિત્યોથી વધારે પ્રકાશકર; સાગરથી વધારે ગંભીર, સિદ્ધો સિદ્ધિ મને આપો.૭
SR No.032492
Book TitleJain Dharmma Nam Smaranni Avdharna
Original Sutra AuthorN/A
AuthorManharbala Kantilal Shah
PublisherAntararashtriya Jain Vidya Adhyayan Kendra
Publication Year2008
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy