________________
-
૫.૯ ઉપસંહાર
“प्र. चउव्वसत्थएणं भंते । जीवे कि जणयई ?
उ. चउव्वसत्थएणं दंसणविसोहि जणयइ ||"
પ્રભુ ! ચતુર્વિશતિ સ્તવનું જીવનમાં શું સ્થાન છે ? જીવનમાં સ્તવનસ્તુતિનો પ્રકાશ થાય, ત્યારે આત્મા કયાં આધ્યાત્મિક ગુણને પ્રાપ્ત કરે ?
હે ગૌતમ ! પ્રાર્થનાનો સ્તુતિનો પ્રકાશ આત્માના દર્શન જ્ઞાનને વિશુદ્ધ બનાવે છે. મિથ્યાત્વનો અંધકાર દર્શન ગુણની પ્રતિમાને નષ્ટ કરી દે છે. પરંતુ વિતરાગની સ્તુતિ મિથ્યાત્વથી દૂર થઈ સાધકને સમ્યક્ત્વ તરફ લઈ જાય છે.૪
હે ભગવાન ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવમંગલથી (લોગસ્સ સૂત્રની સ્તવ, સ્તુતિ, મંત્ર, જાપ, ધ્યાન કરવાથી) જીવને કયાં લાભ પ્રાપ્ત થાય ? એવા પ્રશ્નના ઉત્ત૨માં તીર્થંકર ભગવંત જણાવે છે કે હે ગૌતમ ! ભાવમંગલથી જીવાત્મા જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધીના લાભને પ્રાપ્ત થાય છે. આ લાભ થતાં તે જીવ કલ્પવિમાનમાં થવા પૂર્વક મોક્ષમાં જાય છે.૩૫
તીર્થંકર પ્રતિ અનુરાગ ઉત્પન્ન થાય છે તેમાં દર્શાનાચાર પ્રતિ આસ્તા સુદૃઢ બને છે.
પૂર્વસંચિત કર્મ ક્ષીણ થાય છે વિદ્યા તથા મંત્ર સિદ્ધ થાય છે.
રાગ-દ્વેષ વિજેતા વીતરાગ તીર્થંકરોનું ધ્યાન જાપ કરવાથી આરોગ્ય બોધી અને સમાધિમૃત્યુની પ્રાપ્તિ થાય છે.૩૭
તીર્થંકરના કેવળજ્ઞાનરૂપી પ્રકાશથી અજ્ઞાનથી અંધ જીવોને જ્ઞાનરૂપી પ્રકાશની પ્રાપ્તિ થાય છે.
માર્ગ ભૂલેલા અને ખોટા માર્ગે જનાર જીવોને જ્ઞાન, દર્શન, ચરિત્ર રૂપ માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપે છે
સાધક ગુણ કીર્તન દ્વારા પોતાનામાં રહેલા તે ગુણોને જાગૃત કરવા માટે પ્રયત્નશીલ બને છે અને જિનત્વની પ્રાપ્તિ કરે છે. તેમના ઉચ્ચ આદર્શોનું જીવંત ચિત્ર મનમાં સ્પષ્ટ રીતે અંકિત થઈ જાય છે. અને તે આદર્શને સિદ્ધ કરવાની પ્રેરણા પણ મળે છે.
લોગસ્સ સૂત્રમાં અવસર્પિણીકાળમાં ત્રીજા અને ચોથા આરામાં થયેલા
૧૦૧