________________
ચોવીસ તીર્થંકરોના નામનું સાક્ષાત્ ઉત્કીર્તન કરવામાં આવ્યું છે. મહાપુરુષો ફરમાવે છે. કે તીર્થંકરોના નામનું કીર્તન કરવાથી કરોડ વર્ષના તપનું ફળ મળે છે. કષ્ટો અને વિઘ્નો ટળે છે. મંગલ અને કલ્યાણની પરંપરા આવી મળે છે. દુર્જનોનું ચિતવેલું નિષ્ફળ જાય છે. દુર્ગતિના દ્વારોનું રોકાણ અને સદ્ગતિના દ્વારોનું ઉદ્ઘાટન થાય છે. મહિમા મોટાઈ વધે છે સર્વ કામનાઓ સિદ્ધ થાય છે. આત્મોદ્ધારનું કાર્ય સુલભ બને છે એ કારણે તીર્થંકરોનું નામ સ્મરણ, ધ્યાન, મંત્ર, યંત્ર જાપ વિ.પરમ નિધાન છે. અમૃતનો કુંભ છે. ગુણરસિક ભવ્ય જીવાત્માનાં મનને તીર્થંકરનું નામ આનંદ આપવારું છે. તીર્થંકરનું નામ લેનારને નવ નિધાન ઘરમાં, કલ્પવેલડી આંગણે, આઠ મહાસિદ્ધિ ઘટમાં પ્રગટે છે. તીર્થંકરના નામનું ગ્રહણ કરવાથી કોઈપણ જાતના કાયાકષ્ટ વિના જ ભવસમુદ્રથી પાર પમાય છે. તીર્થંકરોના નામકીર્તનરૂપી લોકોત્તર અમૃતપાનથી મિથ્યાત્વરૂપી વિષ તત્કાળ નાશ પામે છે. અજરામર પદની પ્રાપ્તિ સુલભ બની જાય છે.૩૮
આમ લોગસ્સ મહાસૂત્ર એ જૈનધર્મનો ભક્તિવાદ, ભક્તિયોગ માત્ર નહીં, જ્ઞાનયોગ- ધ્યાનયોગ- પૂર્ણયોગ- સમગ્રયોગ પણ છે. જે સિદ્ધત્વને પ્રાપ્ત કરવાની માટેની સરળપૂર્ણ સાધના લોગસ્સ સૂત્ર છે.
૧૦૨