________________
વિના ચૂપચાપ આસન પર બેસી ગયા અને લોગસ્સ સૂત્રની છેલ્લી ગાથાની માળા ફેરવવાનું ચાલુ કર્યું. ભોજન અને આરામનો થોડોક સમય બાદ કરતાં એ માળા ફેરવ્યા જ કરી બીજા દિવસે નિત્યપૂજન પછી એ કાર્યક્રમ ચાલુ જ રહ્યો. એવામાં એક સંબંધી મળવા આવ્યા તેમણે કહ્યું તમારી લાગવગ તો ઘણી છે એને કામે લગાડો. આમ બેસી રહેવાથી દહાડો નહિ વળે અમે કહ્યું કામ ચાલુ છે પૈસા મળી જશે. પરંતુ તેમને સંતોષ ન થયો તેમણે પૂછયું તમે કોને માર્યો ! શું પરિણામ આવ્યું ? અમે કહ્યું દાદાના દરબારમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે અને તેનું થોડા વખતમાં પરિણામ આવી જશે. આમાં બીજા કોઈની લાગવગ ચાલે તેવું નથી. અમારા આ જવાબથી તેઓ ખિન્ન થઈ ગયા અને બોલી ઉઠયા કે ત્યારે તો પૈસા એ ઘરે બેઠાં મળી જશે. અમે કહ્યું : બનવું તો એમ જ જોઈએ.” તેઓ ગયા. અમારી માળા ચાલુ હતી. તે જ દિવસે રાત્રિના એક વાગ્યે કૌભાંડકારના એક આત્મીયજન અમને રૂા.૪૮,૦૦૦ રોકડા આપી ગયા અને બાકીના પૈસા થોડા સમયમાં ભરપાઈ કરી દઈશું એમ બોલી રૂ.૧૬૦OOના અવેજની નવી પ્રોમીસરી
નોટો આપી ચાલ્યા ગયા. તાત્પર્ય કે અમે એમાંથી આબાદ ઉગરી ગયા.” ૬. ત્યાર પછી એક પ્રસંગે જે પૈસા પાછા આવવાની ધારણા ન હતી. તે
પૈસા આ માળા ગણવામાં પરિણામે પાછા આવી ગયા હતા.૩૨ ૭. ધીરજલાલ ટોકરશી શાહના જ શબ્દોમાં ... એક શ્રીમંત બહેને
બ્લડપ્રેશરની બિમારી હતી. એવામાં અમારો મેળાપ થયો. અને તેમની હકીકત જાણી. અને તેમને દરરોજ એક કલાકથી દોડ કલાક શાંતચિત્તે જિન ભગવંતની સ્તુતિ લોગસ્સસૂત્રની ભક્તિ કરવાનું જણાવ્યું. તે માટે અમે કેટલીક વિધિ પણ બતાવી તેમાં તેમને રસ પડ્યો. અને તેમણે જિનભક્તિમાં બેસવાનું ચાલુ કર્યું. માત્ર એક મહિનામાં જ તેમનું બ્લડપ્રેસર નોર્મલ થઈ ગયું. તેઓના કુટુંબીજનોને ખૂબ જ આનંદ થયો.
વિધિ પૂર્વક જિનભક્તિ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે તેવો એક વધુ પુરાવો મળ્યો.
૧૦૦