________________
ત્રીજો પ્રસંગ મુંબઈના એક ઝવેરી કુટુંબમાં એક બહેનની આવી જ સ્થિતિ જોતા અમે લોગસ્સનો આ પ્રયોગ કર્યો તેમાં પણ સફળતા મળી.૨૮ ૩. શ્રી હરિવિજય સૂરીશ્વરજી મહારાજ કે જેમણે સમ્રાટ અકબરને પ્રતિબોધ
કરી જીવહિંસાને લગતા અનેકવિધ કાર્યો બંધ કરાવ્યા હતા. અને જૈન તીર્થો માટે ખાસ ફરમાન મેળવ્યા હતા. તેઓ ખાસ લોગસ્સ સૂત્રના આરાધક હતા. શ્રી હરીવિજયસૂરીશ્વરજીના કથન અનુસાર તેઓ રોજ એની પૂરીમાળા એટલે કે ૧૦૮ લોગસ્સ ગણતા હતા. સંભવ છે તેમની આ આરાધાનાએ જ તેમને જિનશાસનના
મહાન પ્રભાવક બનાવ્યા હોય.૨૯ ૪. લોગસ્સ સૂત્રની છેલ્લી ગાથા ચમત્કારીક છે. એકવાર એક ધર્મપ્રેમી સજ્જનનો સમાગમ થયો તેમણે વાત વાતમાં જણાવ્યું કે છેલ્લી ગાથા ચમત્કારીક છે મને તેનો અનુભવ થયો છે. તેમણે જણાવ્યું કે એકવાર ધંધામાં મને એકાએક દોઢ બે લાખ રૂપિયાનું નુકશાન થયું. જે મારા માટે ઘણું ભારે હતું. હું ફકરમાં પડ્યો અને ઉદાસીન બની ગયો. મારી આ હાલત જોઈને એક મુનિવરાજે મને પોતાની પાસે બોલાવ્યો, અને પૂછ્યું કે શી બાબત છે ? મેં જેવી હતી તેવી હકીકત સંભળાવી. તેમણે કહ્યું ફીકર ન કરો બધા સારા વાના થઈ જશે. અને તેમણે મને રોજ લોગસ્સ સૂત્રની છેલ્લી ગાથાની પૂરી માળા ગણવાનું કહ્યું એટલે ૧૦૮ વાર ગણના કરવાનું જણાવ્યું. અને બે વસ્તુઓનો ત્યાગ કરાવ્યો એક દૂધપાકનો અને બીજો કેરીનો એ મારા કાર્યપર્યત આ બે વસ્તુનો ત્યાગ કરવાનો હતો. રોજ છેલ્લી ગાથાની માળા ફેરવવા માટે હું ખૂબ જ શ્રદ્ધાથી ગણતો હતો. અને તે વખતે કોઈ આડા અવળા વિચારો આવવા દેતો ન હતો. અને ૪૫ દિવસમાં તો મે ગુમાવેલા બધા પૈસા પાછા આવી ગયા ત્યારથી એ માળા ગણવાનું
આજ સુધી ચાલુ છે પરિણામે હું સુખી છું.” ૫. ત્યાર પછી આશરે બે વર્ષે એક નાણાંકીય કૌભાડમાં અમે ફસાઈ ગયા. કૌભાંડ કરનારે અમારા વિશ્વાસનો દુરુઉપયોગ કરી રૂ.૬૪૦૦૦ની ખોટી રસીદો અમને ભેરવી દીધી અને એ રકમ મોજશોખમાં ઉડાવી દીધી. બીજા કેટલાક સાથે પણે તેણે આ જાતનો વ્યવહાર કર્યો હતો.
અમને જ્યારે ખરી વસ્તુની જાણ થઈ ત્યારે કોઈપણ જાતની ધમાલ કર્યા
GG