________________
૨.
ભદ્રંકરવિજયજી મહારાજ પાસે એક વર્ષ સુધી દ૨૨ોજ ૪૦ લોગસ્સ ગણવાની પ્રતિજ્ઞા કરી. સાથે ખાનપાનના પણ કેટલા નિયમો ગ્રહણ કર્યા કે જે લોગસ્સની ગણનામાં ઉપયોગી થાય તેવા હતા. આ રીતે ૪૦ લોગસ્સ ગણતાં અમારા આંતરિક જીવનમાં પરિવર્તન થયું ખાસ કરીને શ્રદ્ધા અને શુદ્ધિનું પ્રમાણ વધ્યું. નિરાશાનો અંધકાર દૂર થયો અને તેનું સ્થાન આશાવાદના અરુણોદયે લીધું.૨૭ બીજો પ્રસંગ શેઠ અમૃતલાલ કાલીદાસ સાથે દક્ષિણમાં રમણ મહર્ષિનો આશ્રમ (તીરુવલા) યાત્રા એ જવાનું થયું. પ્રથમ દિવસની ચર્યા પૂરી કરી રાત્રિના દસ વાગતા અમે બિસ્ત્રો બિછાવી નિદ્રાધીન થયા. લગભગ ૧૧ વાગ્યાના સુમારે શેઠે અમને નામથી બોલાવ્યા તેમણે કહ્યું બાજુમાં કંઈક ધમાલ થાય છે એમાં આપણે શું અને ફરી સુવાની તૈયારી કરી ત્યારે તેમણે કહ્યું કે આ રીતે ચાલશે તો મને ઉંઘ નહી આવે ? તો તેમાં હું શું કરી શકું ? તેમ મેં કહ્યું.
શેઠે કહ્યું ત્યાં એક છોકરીને વળગાડ છે તે ઉતારવા માટે આ બધી જ ધમાલ થઈ રહી છે તમે મન ૫૨ લો તો એનું ઠેકાણું જરુર પડી જાય.
બધી પરિસ્થિતિનો ખ્યાલ આવી જતા અમે મુખ્ય દરવાજે બારણું ખખડાવ્યું અને બહેને બારણું ઉઘાડ્યું તેઓ વિવેકી હતા એટલે તરત જ બોલ્યા, તમને કંઈ ગડબડ ન થાય તે માટે બારણા બંધ રાખ્યા હતા. તકલીફ માટે ક્ષમા ચાહુ છું. અમે કહ્યું અમને કંઈ તકલીફ નથી પણ પાડોશી ધર્મ સમજી અહી આવ્યો છું બોલો શી હકીકત છે ?
પોતાની દીકરીના વળગાડની વાત કરી અમે કહ્યું ચિંતા ન કરો બધા સારાવાના થશે.
અમે સ્વસ્થ ચીત્તે કહ્યું, “એક પાણીનો લોટો તથા ખાલી પ્યાલુ લઈ આવો. એ સૂચનાનો તરત અમલ થયો. અમે લોટામાંથી થોડું પાણી પ્યાલામાં રેડ્યું. પછી તે પ્યાલા ૫૨ જમણો હાથ રાખી સ્વસ્થ ચિત્તે લોગસ્સનો પાઠ બોલવા લાગ્યા, આ રીતે ત્રણ વાર પાઠ બોલ્યો પછી તેમાંનું પાણી જમણા હાથની અંજલીમાં લીધુ અને તેનો ત્રણવાર પેલી છોકરી પર છંટકાવ કર્યો કે તરત જ શાંત થઈ ગઈ થોડીવારે ઉંઘમાં પડી.
અમારે માટે તો પરિણામ અકલ્પ હતું. એટલે વિશેષ આનંદ થયો.
૬.