________________
૭૮૦ ]
[ મહામણિ ચિંતામણિ
મળવી તે સુભાગ્યની વાત છે. ભગવાનના વચનમાં ગૌતમસ્વામીને અપાર શ્રદ્ધા હતી. પોતાનો અંતકાળ નજીક છે તે જાણીને ભગવાને ગૌતમસ્વામીને દેવશમનેિ પ્રતિબોધ પમાડવાને બહાને પોતાનાથી દૂર રાખ્યા જેથી તેઓ રાગમુક્ત થાય. ભગવાન નિર્વાણ પામ્યા. દેવશમ પાસેથી પાછા ફરતાં ગૌતમસ્વામીએ નિવણના સમાચાર જાણ્યા ત્યારે તેમને જબરજસ્ત આઘાત લાગ્યો. તેઓ હૃદયભેદક વિલાપ કરવા લાગ્યા અને ભગવાનને સંબોધીને બોલવા લાગ્યા, હે વીર પ્રભુ! હવે હું કોને પ્રણામ કરીશ? મારા મનનું સમાધાન કોણ કરશે? મને “જોયન' કહીને વાત્સલ્યભાવથી કોણ બોલાવશે?” વિલાપ કરતાં કરતાં તેઓ શુભ વિચારધારાએ ચડે છે કે : “ભગવાન તો વીતરાગી હતા. તેમને પોતાના શિષ્ય પ્રત્યે રાગ શાથી હોય? મને તેમનાથી દૂર રાખ્યો તેની પાછળ પણ કોઈ આશય હોવો જોઈએ. માટે મારે પણ રાગ છોડવો જોઈએ’– આમ વિચારતાં તેમનાં રહ્યાંસહ્યાં કર્મબંધન તૂટ્યાં. આસો વદ અમાસની રાતે ભગવાન નિર્વાણ પામ્યા. કારતક સુદ એકમને દિવસે એટલે કે બેસતા વર્ષે વહેલી સવારે ગૌતમસ્વામીને એંશી વર્ષની ઉમ્મરે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાર પછી બાર વર્ષ સુધી કેવળી તરીકે તેઓ વિચય અને ઉપદેશ આપી અનેકનું કલ્યાણ કર્યું. બાણું વર્ષની વયે તેઓ નિર્વાણ પામ્યા.
ગૌતમસ્વામી વિષે રાસ, છંદ, અષ્ટક, સક્ઝાય, સ્તવન વગેરે પ્રકારની વિવિધ રચનાઓ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં થયેલી છે, અને જુદે જુદે સમયે તેના પાઠનો મહિમા મનાય છે.
- ગૌતમસ્વામીના નામનો ભારે મહિમા છે. કોઈ પણ આપત્તિને દૂર કરવા લાવણ્યસમયરચિત ‘ગૌતમસ્વામીનો છંદ બોલવાનો જૈનોમાં મહિમા છે. ગૌતમસ્વામીનું નામ લેવાથી, ગૌતમસ્વામીનું ! ધ્યાન ધરવાથી વિબો દૂર થાય છે. વેરીઓ મિત્રો બને છે, ભૌતિક સમૃદ્ધિ વધે છે, એ બધું તો ખરું પરંતુ એમના નામનો મોટો અને મુખ્ય મહિમા તો આત્મજાગૃતિનો છે.
ભગવાને ગૌતમસ્વામીને ઉપદેશ આપતાં વારંવાર કહ્યું છે : “સમાં શૌય! મા qમાયU/' હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ. અહીં ‘સમય’ શબ્દ માત્ર વખતના અર્થમાં નથી. જેમ પરિભાષા પ્રમાણે તેનો અર્થ થાય છે કાળનું સૂક્ષ્મતમ એકમ, આંખના પલકારામાં જે સમય જાય તેનો આઠમા ભાગથી પણ વધુ નાનો ભાગ તે “સમય.” આટલા અલ્પતમ સમય માટે પણ પ્રમાદ કરવો નહિ.
પ્રમાદ હોય તો જીવન નિષ્ફળ બને. મહાભારતમાં પણ કહ્યું છે, પ્રમાદ એટલે મૃત્યુ અને અપ્રમાદ એટલે અમૃતત્વ. ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરના સંદેશવાહક બની મહાવીરવાણી દ્વારા આ અમૃતત્વનો ઉપદેશ આપ્યો છે. અમૃત માત્ર તેના અંગૂઠામાં જ નહોતું. તેમના સમગ્ર અસ્તિત્વમાં હતું. ભગવાનની ત્રિપદી પરથી તેમણે રચેલું સમગ્ર શાસ્ત્ર અમૃતરૂપ છે. જે વ્યક્તિ પ્રમાદ છોડી જાગ્રત બની જીવનમાં આ સંદેશ ઉતારે છે તે અમૃતત્વ તરફ ગતિ કરે છે.
-
-
-
--
-
-
-
-
-
-
-
-
-