________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૮૧
તે ગુરુ ગૌતમ સમરીએ
શ્રી ગૌતમસ્વામીની ગૌરવગાથા
-ગચ્છાધિપતિ . જયઘોષસૂરિજી મ. સા.ના પ્રશિષ્ય મુનિ જયદર્શનવિજય
ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી પ્રોત્સાહન પામેલ પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા. કલમના કસબી છે. તેઓનાં લખાણોમાં કથાનકોના ઊંડાણ સુધીનું ખેડાણ તથા રહસ્યો સુધી પહોંચવાનો પુણ્ય પુરુષાર્થ ઝલકાય
સ્વ-પર કલ્યાણ માટે સાહિત્યને માધ્યમ બનાવી લોકભોગ્ય ભાષામાં રચાતી નાની પણ નવનવી વાર્તાઓ, પ્રાચીન તથા અર્વાચીન ગુણવાનોની અનુમોદના તથા સ્વાધ્યાયશીલ સ્વભાવથી સહજાનંદની સ્થિતિ તરફ વિદ્વદ્ મુનિરાજની આ કૃતિ ગૌતમસ્વામીની અનેરી ઓળખ અલંકૃત ભાષામાં કરાવે છે, જે ખાસ અવગાહવા જેવી છે. આવાં જ સુંદર સર્જનો કરી સૌની અપેક્ષાઓ પૂરવામાં તેઓશ્રીને સફળતા સાંપડે તેવી શાસનદેવને અભ્યર્થના.
-સંપાદક
[તે | તેજસ્વી, ઓજસ્વી ને તપસ્વી, રૂપવાન, બુદ્ધિમાન ને ગુણવાન. આવા કેટલાય ત્રિપદો રૂપી ત્રિવેણીસંગમ જેવા જંગમતીર્થ = અનંત લબ્લિનિધાન ગુરુ ગૌતમસ્વામી. જન્મ સાથે જ જાણે જેમનામાં ગુપ્ત-પ્રગટ રૂપે લબ્ધિઓ-સિદ્ધિઓ પ્રગટી ગઈ હતી. પ્રભુ મહાવીરના પરમ વિનય ગણધર ગૌતમસ્વામી પરમાત્માના પરમ શિષ્ય, પણ ગુરુ તો ઘણાય જીવાત્માઓના થઈ ગયા. તેઓશ્રીના જીવન-કવનનું નિરીક્ષણ કરીએ તો અનેક આશ્ચર્યકારી ઘટનાઓની ઘટમાળ મન-મગજમાં તરવર્યા વગર ન રહે. માટે જ તો બેસતા વરસના પ્રથમ પ્રભાતે ગુરુના ગુરુ ગૌતમ ગણધરનું નામ સૌના જીભ-જિગરમાં આજે પણ ગાજે છે, એટલું જ નહિ, વેપારીઓના ચોપડે પણ સૌથી ગરવા સ્થાને “ગૌતસ્વામીની લબ્ધિ હોજો.” એ વાક્ય ગુરુવર્યનું ગૌરવ વધારતું. હાલમાં પણ લખાય છે.
તો ચાલો ૯૨ વર્ષની જિંદગી જીવી જનાર ગૌતમપ્રભુની પ્રભુતા પામવા પાનાં ઉથલાવીએ ઇતિહાસનાં.
ગુ! –ગુલાબગોટા જેવા બાળકનો જન્મ ગોબરગામમાં બ્રાહ્મણ કુળમાં વસુભૂતિ તથા પૃથ્વીદેવી નામનાં માતા-પિતાના પનોતા પુત્રરૂપે થયો. નામ પાડવામાં આવ્યું ઇન્દ્રભૂતિ. તે પછી અગ્નિભૂતિ અને વાયુભૂતિ એમ બે નાના ભાંડુઓ પણ થયા, પણ ત્રણેય બંધુઓમાં બધાયથી ચડી જાય તેવું આકર્ષણ ઇન્દ્રભૂતિમાં સમાયું હતું, કારણ કે આગલા ભવોની ભવ્ય ને ભેદી