________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૭૯
આત્મશુદ્ધિ તરફ ગતિ કરનારી, આત્માને અપૂર્વ ઉલ્લાસ આપનારી ઉત્કૃષ્ટ ભૂમિકા. પંદરસો ને ત્રણ તાપસો તપ કરવા છતાં અષ્ટાપદ પર ચડી ન શકયા તેનો અર્થ એમ ઘટાવી શકાય કે, માત્ર શુષ્ક બાહ્ય તપથી આત્મશુદ્ધિ ન થાય, પરંતુ તપની સાથે ભાવ, જ્ઞાન અને ધ્યાન હોય તો જ આત્મશુદ્ધિ તરફ ઝડપથી ગતિ કરી શકાય.
એક પાત્રમાં અંગૂઠો મૂકીને ગૌતમસ્વામીએ ૧૫૦૩ તાપસીને ખીરનું પારણું કરાવ્યું. અહીં પાત્ર એટલે હૃદય, ખીર એટલે આધ્યાત્મિક ભાવ અથવા આધ્યાત્મિકતાનો ઉપદેશ. અક્ષણમહાનસી -લબ્ધિ એટલે રાંધેલો ખોરાક ખૂટે નહિ. લક્ષણાથી એનો અર્થ પ્રખર સાધના અથવા ઉત્તમ આધ્યાત્મિક ભાવ એવો લેવાય કે જે જેમાં કદીયે ઓટ કે ઊણપ ન આવે. ગૌતમસ્વામીના રાસમાં પણ એવી પંક્તિઓ આવે છે, જે આ અર્થનું સમર્થન કરે છે. તે પંક્તિઓ છે :
ગોયમ એકણ પાત્ર, કરાવઈ પારણું સવે, પંચાસયા શુભ ભાવ, ભરિયો ઉપૂલ ખીરમીસે;
સાચા ગુરુ સંજોગ કવલ તે કેવળરૂપ હુઓ.”
ગૌતમસ્વામીએ ખીરને નિમિત્તે તાપસોમાં શુભભાવ જગાડ્યો. એમણે માત્ર પેટની નહિ, હૈયાની પણ ભૂખ ભાંગી. “કવલ તે કેવળરૂપ હુઓ' એટલે કે ખીરનો કોળિયો કેવળજ્ઞાનનું નિમિત્ત બન્યો. એ ભાવ એટલી ઉત્કૃષ્ટ કોટીએ પહોંચ્યો કે કેવળજ્ઞાન પ્રગટ્યું. આ રીતે આખાયે પ્રસંગને સૂક્ષ્મ આધ્યાત્મિક અનુભૂતિ તરીકે ઓળખાવી શકાય.
ગૌતમસ્વામીના અનેક શિષ્યોને કેવળજ્ઞાન થયું, પણ ગૌતમસ્વામીને થતું ન હતું તેનું કારણ ભગવાન પ્રત્યેનો એમનો સૂક્ષ્મ રાગ હતો. જોકે આ રાગ પ્રશસ્ત રાગ હતો, પરંતુ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ હતો. તેમની મહેચ્છા હતી ભગવાનનો સંદેશ જનસમાજ સુધી પહોંચાડવાની. આ પણ સૂક્ષ્મ રાગનું જ પરિણામ હતું. આ કામ માટે તેમણે પ્રબળ પુરુષાર્થ કર્યો પણ રાગમુક્તિ માટે જોઈતો પુરુષાર્થ થયો નહિ. આનું આડકતરું પણ શુભ પરિણામ એ આવ્યું કે સમગ્ર શ્રત સાહિત્ય સર્જાયું. સમય જતાં ભગવાનની વાણી ગ્રંથસ્થ થઈ અને તેમનો સંદેશો વિશ્વવ્યાપી બન્યો.
આવા સમર્થ અને નિષ્ઠાવાન શિષ્યને ભગવાને પ્રમાદ તજી રાગમુક્ત થવા વારંવાર કહ્યું હતું. એમણે સાથે ધરપત પણ આપી કે હે ગૌતમ! છેલ્લે જઈ આપણ સહી હોસુ તુલ્લા બેઉ એટલે કે જીવનને અંતે આપણે બંને સિદ્ધસ્વરૂપી જીવનમુક્ત થઈશું, આ એક આદર્શ ભાવના છે. સામાન્ય રીતે લૌકિક ગુરુ પોતાના શિષ્યને આશીર્વાદ આપે ત્યારે સારા ભક્ત થવા માટે આપે, પરંતુ અહીં તો ગુરુ શિષ્યને પોતાની જેમ જીવનમુક્ત થવાનો પુરુષાર્થ કરવા પ્રેરે છે. તેમનામાં શ્રદ્ધા પ્રગટાવે છે કે હે ગૌતમ! છેવટે તો તું પણ મારા જેવો જ સિદ્ધ થઈશ.”
“નમુથુણં–શકસ્તવસૂત્રમાં ભગવાનનાં વિશેષણોમાં એક એક વિશેષણ “જીનાણું જાવયાણ પણ છે. તેનો અર્થ એ થાય છે કે ભગવાન પોતે જીતે છે અને બીજાને જીતવામાં મદદ કરે છે. સામાન્ય રીતે જે જીતે તે બીજાને હરાવીને જીતે; પરંતુ ભગવાન પોતે બીજાને હરાવ્યા વિના જીતે છે અને બીજાને પણ જિતાડે છે. પ્રત્યેક પુરુષાર્થી આત્મામાં વીતરાગ-જીવનમુક્ત થવાનું સામર્થ્ય હોય છે. પરંતુ કોઈ સુયોગ્ય વ્યક્તિ પાસેથી પ્રેરણા