________________
૭૪૦ ]
પાંચસો ચેલા બિરુદાવલી ગાવે અહં વધારે. (૧૧)
નાથ દર્શને
અહં ઊભરો શમે
શરણું શોધે. (૧૨)
પ્રભુ પુકારે સુમધુર આલાપે નામે ગૌતમ. (૧૩) સૌ મને જાણે એ નામથી પુકારે શાની નવાઇ. (૧૪)
કહે સંશય મુજ મનનો જાણું સર્વજ્ઞ સાચા. (૧૫)
છે જીવ તણો
સંશય તને વેદ વાણી સમજ. (૧૬)
વીર દર્શને શંકા નિર્મૂળ થાવે વૈરાગી થાવે. (૧૭)
ગર્વને ગાળી વીર કને દીક્ષા લે પાંચસો સાથે. (૧૮)
ત્રિપદી પાવે દ્વાદશાંગી રચના વીકૃપાએ. (૧૯)
નિજ લખ્યું અષ્ટાપદ જાવે ચોવીસી વંદે.(૨૦)
અક્ષય પાત્રે
ખીર પંદરસો ને પારણું દીક્ષા. (૨૧)
[ મહામણિ ચિંતામણિ
પારણાં સમે પાંચસોને વળ
તો પણ મૌન. (૨૨)
માર્ગે ચાલતાં પાંચસોને વળ
તો પણ નમ્ર. (૨૩)
પ્રભુદર્શને
પાંચસોને કેવળ
સૌ લઘુકર્મી. (૨૪) વિનયવંત
જઇ આનંદ પાસ
ભૂલ ખમાવે. (૨૫)
અવધિજ્ઞાની આનંદને ખમાવે શાની ગૌતમ. (૨૬)
જેને દે દીક્ષા
નિશ્ચે કેવળ પાવે મુગતે જાવે. (૨૭)
શિષ્યો જેના
સહસ પચાસ સૌ મોક્ષગામી. (૨૮)
છઠ્ઠ પારણે આંબેલ તપ કરે નિર્વાણ લગે. (૨૯)
વીર વિહે
વીર વીર રટતા મોહ હટાવે. (૩૦)
કેવળ પાવે
દેવ કરે મહિમા સર્વ આનંદે. (૩૧)
ગૃહે પચાસ વી૨ ચરણે ત્રીસ કેવળે બાર. (૩૨)