________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૩૯
લિબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી
| (હાઈકુ
રચના : પૂ. મુનિશ્રી ગુણશીલ વિજયજી મહારાજ
“હાયકુ” એ ગુજરાતી સાહિત્યનો એક પ્રકાર છે. તેનું બંધારણ આ પ્રમાણે
પ્રથમ પંક્તિમાં પાંચ અક્ષર બીજી પંક્તિમાં સાત અક્ષર ત્રીજી પંક્તિમાં પાંચ અક્ષર સત્તર અક્ષર કુલ હોય છે.
લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજીના હાઈકુના રચયિતા શ્રી નેમિ-અમૃતદેવ- હેમચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય મુનિશ્રી ગુણશીલવિજયજી મહારાજશ્રીએ ટીંટોઈ મુકામે સં. ૨૦૫૧ના મહા સુદિ પૂનમ તા. ૧૫-૨-૯૫ને બુધવારના રોજ હાઈકુની રચના કરી જે અત્રે પ્રસ્તુત છે.
-સંપાદક
કડ
:
પાય પ્રણમી ચોવીસે જિનચંદ શારદ માય. (૧)
ગોબર ગ્રામ વસુભૂતિ નંદન પૃથ્વી સુત. (૨)
જે કર્મે દ્વિજ નામે ઇન્દ્રભૂતિ ને વેદપાઠી (૩)
મહાપંડિત વેદવાકયે શંકા હૃદયે રાખે. (૪) | દિગંત કીર્તિ ચડિયા માન ગજે સર્વત્ર જય. (૫)
પ્રભુ પધારે , મહસેન ઉદ્યાને લોક ઉમટે. (૬)
કો બહુરૂપી ઠગે ભોળા જનને ન સહેવાય.(૭)
હું મહાજ્ઞાની એ સર્વજ્ઞ કહાવે કેમ સંભવે. (૮)
નિજ ગુરુતા પ્રભુ તણી લઘુતા મન ચિતવે. (૯)
વાદી જીતવા ઉપાય ચિંતવતા પોતે જ જાવે. (૧૦)
- નારકામ મનનાર મકર