________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૦૫
છે. જેમ કે, કોઈ માણસ. કોઈ લાંબા જીર્ણ વસ્ત્રને એક ઝાટકે ક્ષણમાત્રમાં ફાડી નાખે તો તેનો એક તાંતણો જે રૂના પૂમડાથી બનેલ છે અને જે રૂના પૂમડામાં અનેક પરમાણુ હોય છે એ તૂટ્યા પછી બીજો તૂટે તેમાં પસાર થયેલા તેટલા સૂક્ષ્મ કાળને માટે ‘સમય’ શબ્દ વાપરી શકાય. આપણું ચિત્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. પ્રતિક્ષણ, બલ્ક પ્રતિસમય એમાં વિચારોનો, ભાવોનો, સ્પંદનોનો પ્રવાહ નિરંતર ચાલ્યા કરે છે. પ્રતિસમય એ પ્રવાહ પ્રમાદરહિત રહ્યા કરે એ ઘણી દુર્લભ વાત છે. મહાન સાધકો જ એ સિદ્ધ કરી શકે છે. આ પંચમ કાળમાં તો એ શક્ય જ નથી; પરંતુ એ દિશામાં પુરુષાર્થ અશક્ય નથી. ભગવાન મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને સમય ગોયમ મા પમાયએ એવો જે ઉપદેશ અનેકવાર આપ્યો તે મુક્તિમાર્ગના પ્રવાસીઓ માટે મહત્ત્વનું ભાથું બની રહે છે. એનો અંશ માત્ર પણ આપણા વર્તમાન જીવનમાં ઊતરે તો એ ઐહિક જીવનમાં પણ આધ્યાત્મિક કતાર્થતા અનુભવી શકાય.
*/
/
OCIATION OFORTUNIT
| અંતિમ સમયે મંલ શ્રેષ્ઠીનો જીવ ઘટાડીમાં :૨ોવાયો,